Friday, May 23, 2025
Google search engine
HomeNewsBusinessભારત UAEનું બીજું સૌથી મોટું વેપાર ભાગીદાર

ભારત UAEનું બીજું સૌથી મોટું વેપાર ભાગીદાર

દુબઈઃ ભારત UAEનું બીજું સૌથી મોટું વેપાર ભાગીદારના રૂપમાં ઊભર્યું છે. પહેલા ક્રમાંકે ચીન છે. એ પછી ભારતનો બીજો ક્રમાંક છે, જેમાં પહેલા અર્ધવાર્ષિક ગાળામાં બંને દેશોની વચ્ચે 38.5 અબજ દિરહામનો વેપાર થયો છે, જ્યારે અમિરાતે વર્ષ 2021ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં ચીનની સાથે 86.7 અબજ દિરહામને વેપાર થયો છે. આ સાથે અમેરિકા ત્રીજા સ્થાને રહ્યું છે, એમ સત્તાવાર આંકડા જણાવે છે.

ભારતની સાથે વેપાર વાર્ષિક ધોરણે 74.5 ટકા વધીને 67.1 અબજ દિરહામ થઈ ગયો છે, જે વર્ષ 2020ના પહૈલા અર્ધવાર્ષિક ગાળામાં 38.5 અબજ દ્રહામ હતો. ચીનનો વાર્ષિક ધોરણે વધારો 30.7 ટકાનો નોંધાયો છે, જેમાં દુબઈની સાથે કુલ વેપાર 2020ના પહેલા અર્ધવાર્ષિકમાં 66.3 અબજ દિરહામ હતો. 2021ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં અમેરિકાએ દુબઈની સાથે 32 અબજ દિરહામનો વેપાર કર્યો હતો., જે ગયા વર્ષના સમાનગાળાની સરખામણીએ એક ટકા વધીને 31.7 અબજ દિરહામ હતો.

સાઉદી આરબ વર્ષ 2020ના પહેલા અર્ધવાર્ષિક ગાળાની તુલનાએ 26 ટકા વધીને 30.5 અબજ દિરહામની સાથે ચોથા સ્થાને હતું.એ પછી સ્વિટઝર્લેન્ડ 24.8 અબજ દિરહામની સાથે પાંચમા ક્રમાંકે હતું.

વર્ષ 2021ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં પાંચ સૌથી મોટા ભાગીદારોનો કુલ હિસ્સો 241.21 અબજ દિરહામ હતી, જે 2020ના સમાનગાળામાં 185.06 અબજ દિરહામ હતી, જેની તુલનાએ 30.34 ટકા વધુ હતી.

દુબઈની નિકાસ વર્ષ 2021ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં 75.8 અબજ દિરહામથી 45 ટકા વધીને 109.8 અબજ દિરહામ થઈ હતી, જ્યારે આયાત 320 દિરહામથી 29.3 ટકા વધીને 414 અબજ દિરહામ થઈ હતી.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular