Tuesday, July 8, 2025
Google search engine
HomeNewsBusinessપહેલી જૂનથી કાર, બાઇકના વીમા પ્રીમિયમમાં વધારો

પહેલી જૂનથી કાર, બાઇકના વીમા પ્રીમિયમમાં વધારો

નવી દિલ્હીઃ દેશમાં નવા અને વધેલા વીમા પ્રીમિયમની અસરને લીધે નવાં વાહન આજથી મોંઘાં થશે. હાલમાં જ વીમા નિયામક ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઇરડા)એ ઘોષણા કરી હતી કે પહેલી જૂનથી ત્રીજા પક્ષના વીમા પ્રીમિયમમાં વધારો કરવામાં આવશે. વાહનોના પ્રીમિયમમાં વધારાથી નવી કારો અને ટૂ વ્હીલરોની ઓન રોડની કિંમતમાં પણ વધારો થશે. જેની સીધી અસર વાહનોના ઉત્પાદકોના વેચાણ પર થવાની શક્યતા છે.

જોકે બજારમાં પહેલેથી ચિપની અછત અને કાચા માલની પડતર કિંમતોમાં વધારાનો વાહનોના ઉત્પાદકો સામનો કરી રહ્યા છે. આ સિવાય OEMએ વાહનોની એક્સ શોરૂમના ખર્ચમાં પણ વધારાની ઘોષણા કરી છે. વધેલા વીમા પ્રીમિયમની સાથે નવા વાહન ખરીદદારોએ હવે વાહનોની ખરીદી પર વધારાનો ખર્ચ કરવાનો રહેશે.

કિંમતોમાં વધારો

 150CCથી ઉપરની પ્રીમિયમ બાઇક પર 15 ટકા

1000-1500 CCની વચ્ચેની કારો પર છ ટકા

1000 CC સુધીની કારો પર 23 ટકા

150 CCથી નીચેના સ્કૂટર અને મોટરસાઇકલ પર 17 ટકા

આમ હવે ટૂ વ્હીલરની ઓન રોડ કિંમતોમાં આશરે 15 ટકાનો વધારો થશે. જોકે વીમા પ્રીમિયમનો વધારો માત્ર 150 CCથી વધુનાં ટૂ વ્હીલરની કિંમતોને અસર કરશે, જેમાં બજાજ પલ્સર, KTM RC 390, રોયલ એનફીલ્ડ બુલેટ અને સેગમેન્ટમાં કેટલાંક અન્ય પર એ લાગુ થશે. નવાં ટૂ વ્હીલર ખરીદદારોએ વીમા માટે 17 ટકા વધારાની ચુકવણી કરવાની રહેશે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular