Saturday, May 17, 2025
Google search engine
HomeNewsBusinessવર્ષ 2020-21માં 12,930 કંપનીઓએ કામકાજ બંધ કર્યાં

વર્ષ 2020-21માં 12,930 કંપનીઓએ કામકાજ બંધ કર્યાં

ચંડીગઢઃ દેશમાં કોરોના રોગચાળા અને લોકડાઉનને લીધે ગયા વર્ષે માર્ચથી અત્યાર સુધી આર્થિક કામકાજ નોંધપાત્ર રીતે ખોરવાતાં વર્ષ 2020-21માં નોર્થ રિજિયનમાં 1107 કંપનીઓએ એમનાં કામકાજ સ્વૈચ્છિક રીતે બંધ કર્યાં છે. જોકે વર્ષ 2019-20માં 3380 કંપનીઓએ કામગીરી બંધ કરી હતી.

કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ હરિયાણામાં (6436), પંજાબમાં (315) અને હિમાચલ પ્રદેશ (192) કંપનીઓએ કામગીરી બંધ કરી હતી. ચંડીગઢમાં 164 કંપનીઓએ એમની કામગીરી બંધ કરી હતી. આ કંપનીઓએ એમના કામકાજ સ્વેચ્છાએ બંધ કર્યાં હતાં અને કોઈ દંડાત્મક કાર્યવાહીને કારણે નહીં. આમાંથી કેટલીક કંપનીઓએ વાર્ષિક રિટર્ન અને બેલેન્સશીટ રજૂ નહીં કરતાં મંત્રાલયે આ કંપનીઓને શેરબજારોમાંથી ડિલિસ્ટ કરી હતી, જ્યારે અન્ય કંપનીઓએ એમની કામગીરી સ્વેચ્છિક રીતે બંધ કરી હતી, કેમ કે એમને ભારે નુકસાન થયું હતું અથવા તો રોગચાળાને કારણે કંપનીઓ એમનાં કામકાજ શરૂ કરવામાં અસમર્થ રહી હતી.

આ જે કંપનીઓ ડિલિસ્ટ થઈ હતી, એમાંથી મોટા ભાગની કંપનીઓ સર્વિસ ક્ષેત્રની હતી, જેમાં હોસ્પિટાલિટી, ટુર અને ટ્રાવેલ, ઇમિગ્રેશન, સિક્યોરિટી સર્વિસિસ અને BPO- એ પછી ઉત્પાદન ક્ષેત્રની કંપની હતી.     

રાજ્ય- કેન્દ્ર શાસિત પ્રદેશ  કંપનીઓ બંધ  કંપનીઓ કાર્યરત
2019-20  2020-21      31 માર્ચ, 2021
હરિયાણા 2246 436 43,965
પંજાબ  591 315 18,922
હિમાચલ  191 192  4177
ચંડીગઢ 352  164  7561

કંપનીઝ એક્ટ મુજબ જે કંપનીઓ રજિસ્ટ્રારમાંથી કાઢી નાખવામાં આવી હોય અને જો એક વર્ષની અંદર કામગીરી શરૂ ના કરી હોય અથવા જે કંપનીઓએ છેલ્લાં બે વર્ષનાં વાર્ષિક રિટર્ન ના ભર્યા હોય કે બેલેન્સશીટ ના ફાઇલ કરી હોય એમનાં કંપનીના રજિસ્ટ્રારમાંથી કાઢી નાખવામાં આવે છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular