Saturday, July 19, 2025
Google search engine
HomeNewsBusinessદેશમાં ડિસેમ્બર, 2021 સુધી ખાદીનું રૂ. 3030 કરોડનું વેચાણ

દેશમાં ડિસેમ્બર, 2021 સુધી ખાદીનું રૂ. 3030 કરોડનું વેચાણ

નવી દિલ્હીઃ દેશમાં ખાદીનું વેચાણ ગયા નાણાકીય વર્ષ 2021ના રૂ. 3527.21 કરોડની તુલનાએ ડિસેમ્બર, 2021 સુધીમાં રૂ. 3030 કરોડનું થયું હતું, એમ ગુરુવારે સંસદમાં જણાવવામાં આવ્યું હતું. દેશમં પારંપરિક  ખાદીનાં ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લેવામાં આવ્યાં છે, એમ રાજ્ય કક્ષાના MSME પ્રધાન ભાનુ પ્રતાપ સિંહ વર્માએ લેખિત ઉત્તરમાં લોકસભામાં જણાવવામાં આવ્યું હતું.

NIFT (નિફ્ટ)ના ટેક્નિકલ સહયોગમાં ખાદી માટે પ્રદર્શનોનું આયોજન અને રાહત દરોએ ખાદી કેન્દ્રોને લોન આપવા સાથે અન્ય પગલાં લેવામાં આવ્યાં છે, આ સાથે KVICએ જર્મની, યુકે, ઓસ્ટ્રેલિયા, રશિયા, ચીન, બેહરિન, કુવૈત, સાઉદી અરેબિયા, મેક્સિકો અને માલદિવ સહિત 17 દેશોમાં ટ્રેડમાર્ક ખાદીનું રજિસ્ટ્રેશન પ્રાપ્ત કર્યું હતું.

વર્ષ 2020-21માં  ખાદી ક્ષેત્રનું કુલ ઉત્પાદન 2019-20ના રૂ. 2292.44 કરોડથી ઘટીને રૂ. 1904.49 કરોડ થયું હતું ખાદીના માલસામાનનું વેચાણ ગયા વર્ષના રૂ. 4211.26 કરોડની તુલનાએ રૂ. 3527.71 કરોડ રહ્યું હતું, એમ મંત્રાલયે કહ્યું હતું. ખાદી અને ગ્રામોદ્યોગ પંચ (KVIC)એ વર્ષ 2019-20ના રૂ. 88,887 કરોડના કુલ વાર્ષિક વેપારની તુલનામાં વર્ષ 2020-21માં રેકોર્ડ રૂ. 95,741.74 કરોડનો વેપાર થયો હતો.

ગ્રામીણ ઉદ્યોગ ક્ષેત્રમાં વર્ષ 2019-20માં  જ્યાં રૂ. 65,393.40 કરોડનું ઉત્પાદન થયું હતું, જ્યારે વર્ષ 2020-21માં એ ઉત્પાદન વધીને રૂ. 70,329.67 કરોડે પહોંચ્યું હતું. આ પ્રકારે ગ્રામોદ્યોગ ઉત્પાદનોનું વેચાણએ વર્ષ પહેલાં રૂ. 84,675.29 કરોડથી વધીને રૂ. 2020-21માં રૂ. 92,214.03 કરોડ સુધી પહોંચ્યું હતું.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular