Thursday, May 15, 2025
Google search engine
HomeNewsBusinessFY23માં રૂ. 1.01 લાખ કરોડની GSTની કરચોરી પકડવામાં આવી

FY23માં રૂ. 1.01 લાખ કરોડની GSTની કરચોરી પકડવામાં આવી

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2022-23માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)છી બચવાના પ્રયાસોને  કર અધિકારીઓએ મોટે પાયે નિષ્ફળ બનાવ્યા છે અને રૂ. 1.01 લાખ કરોડથી વધુની કરચોરી પકડી પાડી છે. એક અધિકારીએ એ માહિતી આપતાં કહ્યું હતું કે GSTના અધિકારીઓએ ગયા નાણાકીય વર્ષમાં કરચોરી કરવાવાળાઓ પાસેથી રૂ. 21,000 કરોડની વસૂલાત પણ કરી છે.

તેમણે કહ્યું હતું કે સરકાર કરના પાલન માટે પગલાં ભરી રહી છે અને છેતરપિંડી માટે ડેટા વિશેલેષણ અને ગુપ્ત માહિતીઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

DGCI અધિકારીઓએ નાણાકીય વર્ષ 2022-23માં 1,01,300 કરોડ રૂપિયાની કરચોરી પકડી પાડી હતી. DGCIએ રૂ. 54,000 કરોડની કરચોરી પકડી પાડી હતી. ગયા નાણાકીય વર્ષમાં આશરે 14,000 કેસ નોંધવામાં આવ્યા હતા, જ્યારે એક વર્ષ પહેલાં એ આંકડો 12,574 હતો. GST કર આપવાથી બચાવવા માટે વેપારીઓ જેતે ચીજવસ્તુની કિંમત ઘટાડીને બતાવતા અને કરછૂટના ખોટા દાવા રજૂ કરીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવામાં પણ ગરબડ કરતા હતા. આ સિવાય ખોટી રસીદ જમા કરીને અને ખોટી કંપનીઓની સાથે લેવડદેવડ પણ દર્વવામાં આવતી હતી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular