Sunday, May 18, 2025
Google search engine
HomeNewsBusinessઆઇડિયાફોર્જ ઇન્વેસ્ટર 10-15 ભારતીય સ્ટાર્ટઅપ્સમાં મૂડીરોકાણ કરશે

આઇડિયાફોર્જ ઇન્વેસ્ટર 10-15 ભારતીય સ્ટાર્ટઅપ્સમાં મૂડીરોકાણ કરશે

નવી દિલ્હીઃ આઇડિયાફોર્જ ઇન્વેસ્ટર સેલેસ્ટા કેપિટલે આગામી ત્રણ વર્ષોમાં સેમીકંડક્ટર અને આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે 10થી 15 ભારતીય સ્ટાર્ટઅપ્સમાં મૂડીરોકાણની યોજના બનાવી છે, એમ વેન્ચર કેપિટલ કંપનીના સિનિયર ભાગીદાર ગની સુબ્રણિયમે જણાવ્યું હતું.  

US સ્થિત કંપની પાસે આશરે એક અબજ ડોલરનાં ચાર ફંડ છે અને એમાંથી બે ભારત કેન્દ્રિત છે. કંપની દરેક સ્ટાર્ટઅપ્સમાં સરેરાશ સાતથી 15 મિલિયન ડોલરનું મૂડીરોકાણ કરવા ઇચ્છે છે.  તેમણે કહ્યું હતું કે ભારતમાં કન્ઝ્યુમર ટેક સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે મોટા પાયે મૂડીરોકાણ જોવામાં આવ્યું છે, પણ અમે ટેક્નોલોજીમાં અને સેમીકંડક્ટર ડિઝાઇન સ્પેસ ક્ષેત્રે મોટા પાયે મૂડીરોકાણ થતું નથી જોયું, જેથી કંપની આ ક્ષેત્રે મૂડીરોકાણ કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.     સેમીકંક્ટર જેવાં ક્ષેત્રોમાં સરકારના દબાણને ધ્યાનમાં રાખતાં ભારતમાં મૂડીરોકાણનું જોખમ છે, પણ ભારતમાં ટેક્નોલોજી સોલ્યુશન્સની સાથે વૈશ્વિક સ્પર્ધાત્મક વેપારોને જોતાં માગ પૂરી કરવાના લાભાલાભ પણ છે, એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે કંપનીની આગામી કેટલાંક વર્ષોમાં 10થી 15 ભારતીય સ્ટાર્ટઅપ્સમાં મૂડીરોકાણ કરવાની યોજના છે.

તેમણે કહ્યું હતું કે સેમીકંડક્ટર ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સમાં મૂડીરોકાણ કરવા માટે કંપની અનુભવી ટીમ, વૈશ્વિક હસ્તગત કરવાની ક્ષમતા અને ઉત્પાદિત ચિપ્સ માટેની સ્પષ્ટતા –બધી બાબતોનું ધ્યાન રાખશે.ભારત પાસે અમેરિકા પછી બીજા સૌથી મોટા ચિપ ડિઝાનરો છે- જેવા કે ક્વાલકોમ અને ઇન્ટેલ જેવી કંપનીઓ મહત્ત્વની ડિઝાઇન પર કામ કરી રહી છે અને ભારતમાં ચિપ ડિઝાઇનનો 40 વર્ષોનો અનુભવ પણ છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular