Saturday, July 5, 2025
Google search engine
HomeNewsBusinessઆઇસી15 ઇન્ડેક્સ 88 પોઇન્ટ વધ્યો

આઇસી15 ઇન્ડેક્સ 88 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ચડ-ઉતરનો ક્રમ ચાલુ રહેતાં સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 450 પોઇન્ટની રેન્જમાં રહ્યો હતો. ઇન્ડેક્સના વધનારા કોઇનમાં શિબા ઇનુ, અવાલાંશ, ચેઇનલિંક અને ઈથેરિયમ સામેલ હતા, જેમાં એકથી ત્રણ ટકા વૃદ્ધિ થઈ હતી. મુખ્ય ઘટેલા કોઇન રિપલ, પોલીગોન, પોલકાડોટ અને ટ્રોન હતા, જેમાં અડધાથી બે ટકાનો ઘટાડો થયો હતો.

ક્રીપ્ટોકરન્સી સંબંધે બનેલી નોંધપાત્ર ઘટનામાં નાઇજિરિયાની મૂડી બજાર અને સંસ્થાઓ સંબંધિત સમિતિના પ્રતિનિધિઓના ગૃહના અધ્યક્ષ બબનગિડા ઇબ્રાહિમે કહ્યું છે કે દેશમાં બિટકોઇન તથા અન્ય ક્રીપ્ટોકરન્સીના ઉપયોગને કાનૂની સ્વરૂપ આપવા માટે કાયદો ઘડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એના માટેનો ખરડો પસાર થયા બાદ નાઇજિરિયાનું સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન ક્રીપ્ટોકરન્સીને રોકાણ માટેની કાનૂની એસેટ તરીકે માન્યતા આપશે.

દરમિયાન, ફિનટેક ક્ષેત્રની વૈશ્વિક કંપની – અનબેંક્ડે મૂરવેન્ડ સાથે મળીને નવું ક્રીપ્ટો પેમેન્ટ કાર્ડ લોન્ચ કરવાનું નક્કી કર્યું છે. યુનાઇટેડ કિંગડમ તથા યુરોપના અન્ય ભાગોમાં પાત્ર લોકો માટે આ કાર્ડ બજારમાં મુકાશે. ગ્રાહકો એની મદદથી ડિજિટલ એસેટમાં વ્યવહાર કરી શકશે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.36 ટકા (88 પોઇન્ટ) વધીને 24,243 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 24,155 ખૂલીને 24,414ની ઉપલી અને 23,999 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular