Sunday, May 25, 2025
Google search engine
HomeNewsBusinessઆઇસી15 ઇન્ડેક્સ 830 પોઇન્ટ વધ્યો

આઇસી15 ઇન્ડેક્સ 830 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ઘટાડે ખરીદીના માહોલમાં ક્રીપ્ટોકરન્સી માર્કેટ મંગળવારે ઉંચકાઈ હતી. અમેરિકન સ્ટોક્સની જેમ ક્રીપ્ટોમાં પણ વૃદ્ધિ થઈ હતી. જોકે, બિટકોઇન 20,000 ડોલરની નીચે રહ્યો હતો.

Photo: Bitcoin cryptocurrency price rising by Marco Verch under Creative Commons 2.0

અમેરિકન સ્ટોક્સમાં સતત ત્રણ સપ્તાહે ઘટાડે બંધ આવ્યા બાદ ફ્યુચર્સમાં વૃદ્ધિ જોવા મળી છે. યુરોપિયન સ્ટોક્સમાં પણ ઘટાડો અટક્યો છે. અન્ય કરન્સીના મુકાબલે ડોલરના મૂલ્યનો અંદાજ આપનારા ડોલર ઇન્ડેક્સમાં કોઈ મોટો ફેરફાર થયો નથી, જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે.

ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઓચિંતો વધારો આવ્યો હોવાથી અનેક ટ્રેડરો ઊંઘતાં ઝડપાયા છે. એક્સચેન્જોમાં 196 મિલ્યન ડોલરનાં ફ્યુચર્સના ઓળિયાં સુલટાવવામાં આવ્યાં હતાં. તેમાંથી 75 ટકા ઓળિયાં શોર્ટ ટ્રેડનાં હતાં.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.83 ટકા (830 પોઇન્ટ)ના વધારા સાથે 30,180 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 29,349 ખૂલીને 30,496ની ઉપલી અને 29,194 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
29,349 પોઇન્ટ 30,496 પોઇન્ટ 29,194 પોઇન્ટ 30,180 પોઇન્ટ

ડેટાનો સમયઃ 6-9-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular