Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsBusinessઆઇસી15 ઇન્ડેક્સ 164 પોઇન્ટ વધ્યો

આઇસી15 ઇન્ડેક્સ 164 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધુ 75 બેઝિસ પોઇન્ટનો વધારો કરી દેતાં આ વર્ષે સતત ચોથી વાર 75 બેઝિસ પોઇન્ટનો વધારો થયો છે. આઇસી15 ઇન્ડેક્સ ચોવીસ કલાકના અંતે 164 પોઇન્ટ વધીને 30,806 બંધ રહ્યો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી પોલીગોન, યુનિસ્વોપ અને લાઇટકોઇન એ ત્રણે કોઇનમાં વૃદ્ધિ થઈ હતી. બિટકોઇન 0.5 ટકા ઘટ્યો હતો.

દરમિયાન, બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટે ફ્રાન્સ, સ્વિટઝરલેન્ડ અને સિંગાપોરની કેન્દ્રીય બેન્કો મળીને પ્રોજેક્ટ મરિયાના નામે એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે બ્લોકચેઇન ટેક્નોલોજીના ક્ષેત્રે કાર્યરત થશે. એના હેઠળ ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સનો ઉપયોગ થશે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.44 ટકા (766 પોઇન્ટ) વધીને 30,806 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 30,642 ખૂલીને 31,601ની ઉપલી અને 30,063 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
30,642 પોઇન્ટ 31,601 પોઇન્ટ 30,063 પોઇન્ટ 30,806 પોઇન્ટ

ડેટાનો સમયઃ 3-11-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular