Monday, May 19, 2025
Google search engine
HomeNewsBusinessઆઇસી15 ઇન્ડેક્સ 530 પોઇન્ટ ઘટ્યો

આઇસી15 ઇન્ડેક્સ 530 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ મેક્રોઈકોનોમિક અનિશ્ચિતતાને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સપ્તાહની શરૂઆત નરમ રહી હતી.  3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.55 ટકા (530 પોઇન્ટ) ઘટીને 33,706 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,236 ખૂલીને 34,413ની ઉપલી અને 33,511ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના મોટાભાગના કોઇન ઘટ્યા હતા, જેમાંથી એક્સઆરપી, બિટકોઇન, પોલીગોન અને ડોઝકોઇનનો ઘટાડો 1થી 3 ટકા જેટલો હતો.

દરમિયાન, હોંગકોંગની સિક્યોરિટીઝ સંબંધિત દેખરેખ રાખનારી સંસ્થા – સિક્યોરિટીઝ એન્ડ ફ્યુચર્સ કમિશન ટૂંક સમયમાં ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ અને ટ્રેડિંગ કંપની તરીકે અરજી કરનારાઓની યાદી પ્રકાશિત કરશે.  બીજી બાજુ, ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ – કોઇનબેઝે ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ અને કસ્ટોડિયન વોલેટ પ્રોવાઇડર તરીકે બેન્ક ઓફ સ્પેન પાસેથી રજિસ્ટ્રેશન પ્રાપ્ત કર્યું છે.

અન્ય એક મહત્ત્વપૂર્ણ ઘટનામાં ગૂગલક્લાઉડે પોલીગોન અને પોલકાડોટ સહિતનાં 11 નેટવર્કને પોતાના બિગક્વેરી પ્રોગ્રામમાં આવરી લીધાં છે. બ્લોકચેઇન સંબંધિત ડેટા સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય એ માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular