Friday, May 16, 2025
Google search engine
HomeNewsBusinessHMD ઇન્ડિયાએ અભિનેત્રી સાન્યા મલ્હોત્રાને બ્રાન્ડ એમ્બેસડર બનાવી

HMD ઇન્ડિયાએ અભિનેત્રી સાન્યા મલ્હોત્રાને બ્રાન્ડ એમ્બેસડર બનાવી

નવી દિલ્હીઃ હ્યુમન મોબાઇલ ડિવાઇસિસે (HMD) બોલિવુડની બહુમુખી પ્રતિભાશાળી અભિનેત્રી સાન્યા મલ્હોત્રા સાથે હાથ મિલાવ્યા છે, જે કંપનીની આગામી સ્માર્ટફોન લાઇન-અપ માટે બ્રાન્ડના અગ્રણી ચહેરા તરીકે જોવામાં આવશે. જેનો પ્રારંભ HMD Crestથી શરૂ થશે. પોતાના દમદાર અભિનયથી જાણીતી બનેલી, ડાન્સ અને ફેશન-ફોરવર્ડ સ્ટાઇલ માટે જાણીતી અભિનેત્રી HMDના આગામી 360 ડિગ્રી કેમ્પેનને આગળ ધપાવશે, જે ફેશન, સ્ટાઇલ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની આસપાસના બ્રાન્ડની સહજ પર્સનાલિટીને રજૂ કરશે.

હ્યુમન મોબાઈલ ડિવાઇસ સાથે સાન્યાની ભાગીદારી ભારતમાં સ્ટાઇલ પ્રત્યે સભાન પ્રેક્ષકોને નવીન અને એક્સપ્રેસિવ મોબાઇલ અનુભવો પ્રદાન કરવાના કંપનીના મિશનમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. આ સહયોગ અંગે HMD ઇન્ડિયા અને એપીએસીના વીપી રવિ કુંવરે જણાવ્યું હતું કે અમે સાન્યા મલ્હોત્રાને હ્યુમન મોબાઇલ ડિવાઇસીસ પરિવારમાં આવકારતાં આનંદ અનુભવીએ છીએ. સાન્યા ખરેખર એક અનોખી પ્રતિભા છે અને સ્ક્રીન પર વારંવાર મજબૂત પ્રદર્શન કરવાની તેની ક્ષમતા ઉપરાંત વિવિધ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર વિવિધ આકર્ષક કન્ટેન્ટ સાથે પોતાની જાતને વ્યક્ત કરવાની તેની દુર્લભ ક્ષમતા ગ્રાહક સાથે જોડાવાની અમારી રીતો સાથે સંપૂર્ણ રીતે મેચ થાય છે. વિવિધતા ઇચ્છતા અને સ્ટાઇલ પ્રત્યે સભાન યુવા પ્રેક્ષકોને તેની અપીલ મોબાઇલ અનુભવો પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતાને રજૂ કરે છે, જે ફક્ત ટેક્નોલોજિકલી જ એડવાન્સ્ડ નથી. પણ પર્સનલ સ્ટાઇલને સાચી રીતે વ્યક્ત કરે છે.

પોતાના આ નવા જોડાણ સાથે એટલી જ ઉત્સાહિત સાન્યા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે હું હ્યુમન મોબાઇલ ડિવાઇસિસ સાથે ભાગીદારી કરીને રોમાંચિત છું. આ એક એવી બ્રાન્ડ છે જેના સ્માર્ટફોન ટેક્નોલોજી અને સેલ્ફ-એક્સપ્રેશનનું અનોખું મિશ્રણ છે. સ્માર્ટફોનની HMD Crest રેન્જ ફક્ત કનેક્ટેડ રહેવા માટે જ નથી, તેઓ એક સ્ટેટમેન્ટ આપવા અને તમારી અનન્ય સ્ટાઇલને વ્યક્ત કરવા વિશે છે, જે ફેશન અને અભિવ્યક્તિની સ્વતંત્રતા બંનેને મહત્વ આપે છે. હું ભારતમાં સ્ટાઇલ પ્રત્યે સભાન ગ્રાહકો માટે કંપનીની સફરનો ભાગ બનવા માટે ઉત્સાહિત છું.

તાજેતરમાં બ્રાન્ડે તેમના આગામી ફોન લોન્ચના સંદર્ભે જિમી શેરગિલ અને જેમિમા રોડ્રિગ્સ સાથે પણ ભાગીદારી કરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular