Thursday, May 15, 2025
Google search engine
HomeNewsBusinessબીએસઈનો આજે 147મો સ્થાપનાદિનઃ દેશના વિકાસ, સંપત્તિ સર્જનમાં અમૂલ્ય યોગદાન

બીએસઈનો આજે 147મો સ્થાપનાદિનઃ દેશના વિકાસ, સંપત્તિ સર્જનમાં અમૂલ્ય યોગદાન

મુંબઈ તા.9 જુલાઈ, 2021: એશિયાના સૌથી જૂના અને દેશના સૌપ્રથમ સ્ટોક એક્સચેન્જ બીએસઈનો આજે 147મો સ્થાપના દિન છે. બીએસઈની સ્થાપના 1875માં થઈ હતી.

આ પ્રસંગે બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું, “બીએસઈએ આ 147 વર્ષમાં સંપૂર્ણ દેશમાં મૂડીરોકાણ અને સંપત્તિસર્જનમાં ઉદ્દીપકની ભૂમિકા ભજવી છે. બીએસઈ 7.2 કરોડ રોકાણકારોનાં ખાતાં, 4700થી અધિક લિસ્ટેડ કંપનીઓ અને 3 ટ્રિલિયન યુએસ ડોલરનું માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી ઈક્વિટી બજાર ધરાવે છે, તેમાં બીએસઈના સાતત્યપૂર્ણ પ્રયત્નોનું પ્રતિબિંબ પડે છે. બીએસઈની 19મી, 20મી અને હવે 21મી સદીના સમયગાળામાં રોકાણકાર વર્ગમાં વિશ્વાસ સર્જવામાં સફળ રહ્યું છે, જેને પગલે દેશમાં આગામી સમયમાં બે આંકડાનો વિકાસ દર જોવા મળશે.”

બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણ

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular