Monday, July 14, 2025
Google search engine
HomeNewsBusinessગુજરાતમાં આવેલું છે વિશ્વનું સૌથી શ્રીમંત ગામ, જાણો...

ગુજરાતમાં આવેલું છે વિશ્વનું સૌથી શ્રીમંત ગામ, જાણો…

ભૂજઃ દેશમાં સૌથી શ્રીમંત રાજ્યમાં કદાચ ગુજરાતનો સમાવેશ ભલે ન થતો હોય, પણ વિશ્વનું સૌથી શ્રીમંત ગામ ભારતમાં અને એ પણ ગુજરાતમાં આવેલું છે. એ ગામડું એટલે કચ્છનું માધાપર ગામ છે. કચ્છમાં માધાપરમાં 17થી વધુ બેન્કો અને આશરે 7600 હાઉસિંગ સંસ્થાઓ આવેલી છે, જેમાં ગામના લોકોની બેન્કોમાં રૂ. 5000 કરોડની ડિપોઝિટો જમા છે.

કચ્છ જિલ્લાનાં 18 ગામોમાં આવેલું માધાપર ગામ છે, જેમાં ગામની સરેરાશ વ્યક્તિની માથાદીઠ ડિપોઝિટ આશરે રૂ. 15 લાખ છે. ગામમાં 17 બેન્કો સિવાય સ્કૂલ, કોલેજ, સરોવર, હરિયાળી, ડેમ, આરોગ્ય સુવિધા અને મંદિર છે. આ ગામમાં એ અત્યાધુનિક ગૌશાળા છે.

આ ગામના મોટા ભાગના પરિવારના સભ્ય. અને ગ્રામીણોના સંબંધીઓ વિદેશમાં રહે છે, તેઓ યુકે, અમેરિકા, આફ્રિકા અને ખાડી દેશોમાં સ્થિત છે. આ ગામના રહેવાસી મોટા ભાગના પટેલ છે અને 65 ટકા વધુ લોકો NRI છે. તેઓ તેમના પરિવારોને મોટી માત્રામાં નાણાં મોકલે છે.

આ ગામના દરેક ઘરમાંથી બે લોકો વિદેશમાં વસવાટ કરે છે. સૌથી ખાસ વાત એ છે કે આ ગામના લોકો ગામ બહાર ભલે હોય પણ ગામ સાથે હંમેશા સંપર્કમાં રહે છે. લોકો પૈસા ભેગા કરી ગામડે મોકલે છે.

લંડન ખાતે 1968માં માધાપર વિલેજ એસોસિએશન નામની સંસ્થાની રચના કરવામાં આવી હતી. બ્રિટનમાં રહેતા માધાપર ગામના તમામ લોકો સામાજિક કાર્યક્રમના બહાને એકબીજાને મળતા રહે તેવા હેતુથી ઓફિસ ખોલવામાં આવી હતી. આ ઉપરાંત ગામના લોકો સીધા લંડન સાથે જોડાયેલા રહે એ માટે ગામમાં એક ઓફિસ ખોલવામાં આવી હતી. માધાપરમાં 7600 મકાનો છે. આ મકાનો દેખાવમાં વૈભવી લાગે છે. દુનિયાભરના લોકો આ સમૃદ્ધ ગામ જોવા આવે છે.

 

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular