Monday, August 11, 2025
Google search engine
HomeNewsBusinessફેબ્રુઆરીમાં GSTની વસૂલાત રૂ. 1.33 લાખ કરોડને પાર

ફેબ્રુઆરીમાં GSTની વસૂલાત રૂ. 1.33 લાખ કરોડને પાર

નવી દિલ્હીઃ સરકારને ફેબ્રુઆરીમાં ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ ટેક્સ (GST)નું કલેકેશન રૂ. 1.33 લાખ કરોડથી વધુનું થયું છે. જે ગયા વર્ષના ફેબ્રુઆરીની તુલનાએ 18 ટકા વધુ છે, નાણાં મંત્રાલયે માહિતી આપી હતી. ફેબ્રુઆરીમાં GST કલેક્શન કોવિડ19 વાઇરસની ત્રીજી લહેરથી પ્રભાવિત થયું છે. આ પહેલાં જાન્યુઆરી, 2022માં GST કલેક્શન રૂ. 1,40,986 કરોડ થયું હતું. જોકે આ સતત પાંચમો મહિનો છે, જેમાં GST કલેક્શન રૂ. 1.30 લાખ કરોડથી વધુ રહ્યું છે.

ફેબ્રુઆરી, 2022માં ગ્રોસ GST રેવેન્યુ રૂ. 1,33,026 કરોડ રહી હતી, જેમાં સેન્ટ્રલ GST રૂ. 24,435 કરોડ, સ્ટેટ GST રૂ. 30,779 કરોડ, ઇન્ટિગ્રેટેડ GST રૂ. 67,471 કરોડ (માલની આયાત પર એકત્ર રૂ. 33,837 કરોડ મળીને) અને એની સાથે રૂ. 10,340 કરોડનો સેસ સામેલ છે.

ફેબ્રુઆરી, 2022માં GST વસૂલાત ગયા વર્ષની તુલનાએ 18 ટકા વધુ છે, જે ફેબ્રુઆરી, 2020ની સરખામણીએ 26 ટકા વધુ છે. ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો હોવાને કારણે સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં જાન્યુઆરીની તુલનાએ ઓછું કલેક્શન થાય છે, એમ મંત્રાલયે કહ્યું હતું.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular