Thursday, September 4, 2025
Google search engine
HomeNewsBusinessદેશભરની તમામ કૃષિ-ગ્રામિણ વિકાસ બેન્કોને કમ્પ્યુટરાઈઝ્ડ કરાશે

દેશભરની તમામ કૃષિ-ગ્રામિણ વિકાસ બેન્કોને કમ્પ્યુટરાઈઝ્ડ કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે તે દેશભરની એગ્રિકલ્ચર અને ગ્રામિણ વિકાસ બેન્કોની 1,851 ઓફિસો અને તમામ રાજ્યોના સહકારી રજિસ્ટ્રાર કાર્યાલયોનું કામકાજ કમ્પ્યુટરાઈઝ્ડ કરશે. સરકારે આ માટે રૂ. 225.9 કરોડના ખર્ચવાળી યોજના ઘડી છે.

(પ્રતીકાત્મક તસવીર)

હાલ સરકારે દેશભરમાં તમામ પ્રાઈમરી એગ્રિકલ્ચર ક્રેડિટ સોસાયટીઓનું કર્યું છે. હવે એ જ કાર્યને આગળ વધારીને કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના અંતર્ગત 1,851 એગ્રિકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ બેન્કોનું નેશનલ યૂનિફાઈડ સોફ્ટવેર મારફત કમ્પ્યુટરકરણ કરવામાં આવશે. સરકાર આ ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ્સના કાર્યાલયોનું કામકાજ પણ કમ્પ્યુટરાઈઝ્ડ કરશે. આનાથી દેશભરમાં ગ્રામિણ સ્તરે બેન્કિંગ અને સહકારી કામગીરીઓ ઝડપી અને સચોટપૂર્વકની બનશે. સહકારી સોસાયટીઓ વધારે મજબૂત બનશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular