Thursday, July 24, 2025
Google search engine
HomeNewsBusinessજીએસટી માફી યોજનાનો લાભ લેવાની મહેતલ લંબાવાઈ

જીએસટી માફી યોજનાનો લાભ લેવાની મહેતલ લંબાવાઈ

નવી દિલ્હીઃ ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) કાયદા અંતર્ગત લેટ ફી માફી યોજનાનો લાભ લેવા માટેની આખરી તારીખને કેન્દ્રીય નાણાં મંત્રાલયે 30 નવેમ્બર સુધી લંબાવી દીધી છે. આ યોજના 31 ઓગસ્ટે પૂરી થવાની હતી.

જુલાઈ-2017થી એપ્રિલ-2021 સુધીના ટેક્સ ચૂકવણી સમયગાળા માટે રિટર્ન્સ જો આ વર્ષની 1 જૂન અને ઓગસ્ટ 31 વચ્ચે સુપરત કરાયા હોય તો આ ટેક્સ પીરિયડ માટેનું GSTR-3B ફોર્મ સુપરત ન કરવા બદલ વસૂલ કરવામાં આવતી લેટ ફીને ઘટાડીને કે માફ કરીને સરકારે કરદાતાઓને રાહત પૂરી પાડી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular