Sunday, May 18, 2025
Google search engine
HomeNewsBusinessકોરોનાને કારણે 4G, 5G મોબાઈલ-પીસીનું વેચાણ રેકોર્ડબ્રેક વધ્યું

કોરોનાને કારણે 4G, 5G મોબાઈલ-પીસીનું વેચાણ રેકોર્ડબ્રેક વધ્યું

સેન ફ્રાન્સિસ્કોઃ કોરોના વાઈરસ જાગતિક રોગચાળાને કારણે ગયા વર્ષે દુનિયાભરમાં 4G, 5G ટેક્નોલોજીવાળા મોબાઈલ પીસીનું વેચાણ વધ્યું હતું. આવા એક કરોડથી વધારે મોબાઈલ પીસી વેચાયા હતા, જે આ સેક્ટરમાં એક પ્રકારનો રેકોર્ડ બન્યો છે.

લોકડાઉન નિયંત્રણોને કારણે ઓફિસો રાખવામાં આવી હોવાથી ઘેરથી કામ કરનારાઓની સંખ્યા વધી ગઈ હતી, પરિણામે સેલ્યુલર-એનેબલ્ડ મોબાઈલ પીસીની ડિમાન્ડ વધી હતી. દુનિયાભરમાં આવા મોબાઈલ પીસીનું વેચાણ 70 ટકા વધ્યું હતું, જે અત્યાર સુધીનું સૌથી ઊંચું છે. સેલ્યુલર-કનેક્ટેડ નોટબુક્સ સૌથી વધારે વેચાયા હતા. કુલ વેચાયેલા 4G, 5G એનેબલ્ડ મોબાઈલ પીસીના અડધા ભાગના એકલા અમેરિકામાં વેચાયા હતા, જ્યારે યુરોપ અને એશિયા-પેસિફિક દેશોનો હિસ્સો 45 ટકા રહ્યો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular