Monday, May 19, 2025
Google search engine
HomeNewsBusinessઆઈએનએક્સ ગ્લોબલ એક્સેસમાં વિશ્વનાં બજારોમાં ટ્રેડિંગ-સુવિધાનો આરંભ

આઈએનએક્સ ગ્લોબલ એક્સેસમાં વિશ્વનાં બજારોમાં ટ્રેડિંગ-સુવિધાનો આરંભ

મુંબઈ તા.4  માર્ચ, 2022: આઈએનએક્સ ઈન્ડિયાની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી  આઈએનએક્સ ગ્લોબલ એક્સેસ લિમિટેડએ વૈશ્વિક બજારો અને આંતરરાષ્ટ્રીય એક્સચેન્જીસનો સંપર્ક પૂરો પાડવાનું શરૂ કર્યું છે.

હવે આઈએનએક્સ ગ્લોબલ એક્સેસમાં એક ખાતું ખોલાવી દેશના રોકાણકારો વિશ્વ સ્તરે સ્ટોક્સ, ઈટીએફ, ઓપ્શન્સ, ફ્યુચર્સ, કરન્સીઝ, બોન્ડ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકે છે. આ ખાતા દ્વારા રોકાણકાર 33 દેશોની 135 બજારોમાં 24 ચલણોમાં વેપાર કરી શકે છે.

ગિફ્ટ સિટી આઈએફએસસીના મેમ્બર્સ વિશ્વ ભરનાં એક્સચેન્જીસમાં આઈએનએક્સ ગ્લોબલ એક્સેસ મારફત ટ્રેડિંગ કરવા એક પ્રોપ્રાયટરી કંપનીની સ્થાપના કરી શકે છે.

રોકાણકારો અમેરિકા, કેનેડા, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા જપાન સિંગાપોર, યુકે્, યુરોપીયન યુનિયન, બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, રશિયા, સ્પેન સ્વીડન એમ કુલ 33 દેશોમાં ટ્રેડિંગ કરી શકશે.

આ ટ્રેડિંગ પ્લેટફોર્મ સપ્તાહના પાંચ દિવસ 24 કલાક ચાલુ રહેશે.

નિયામક સેન્ડબોક્સ હેઠળ 3 માર્ચથી અમેરિકાના આઠ શેરોની બિનપ્રાયોજિત ડિપોઝિટરી રિસિપ્ટ્સ (ડીઆર) ખરીદીને કોઈ પણ વ્યક્તિ રોકાણ અને ટ્રેડિંગ કરી શકશે.  સપ્તાહના પાંચ દિવસ પ્રતિદિન 6.5 કલાક ટ્રેડિંગ સેન્ડબોક્સ હેઠળ કરી શકાશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular