Thursday, May 15, 2025
Google search engine
HomeNewsBusinessસૌથી વધુ નફાકારક સીમેન્ટ-ઉત્પાદક બનવાનો અદાણીનો પ્લાન

સૌથી વધુ નફાકારક સીમેન્ટ-ઉત્પાદક બનવાનો અદાણીનો પ્લાન

મુંબઈ/અમદાવાદઃ અદાણી ગ્રુપ હવે દેશમાં બીજા નંબરનું સીમેન્ટ ઉત્પાદક થઈ ગયું છે ત્યારે ગ્રુપ સાથે વિચારવિમર્શ કરતી વખતે ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે આપણું ગ્રુપ સીમેન્ટ ઉત્પાદન ક્ષમતાને બમણી કરવા અને દેશમાં સૌથી વધુ નફા કરનાર  ઉત્પાદક બનવા દૃઢનિશ્ચયી છે. 

અદાણી ગ્રુપે અંબૂજામાં સ્વિટ્ઝરલેન્ડની હોલ્સીમનો 63.19 ટકા હિસ્સો ખરીદી લીધો છે અને એસીસીમાં એનો હિસ્સો 56.69 ટકા છે. અંબૂજા સીમેન્ટ અને એસીસીના હસ્તાંતરણની પ્રક્રિયા પૂરી થઈ તે અવસરે મુંબઈની ધ ટ્રાઈડેન્ટ હોટેલમાં કરેલા સંબોધનમાં અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેને કહ્યું કે આ હસ્તાંતરણ ઐતિહાસિક સ્તરનું છે. મને ઘણી વાર પૂછવામાં આવ્યું કે તમે સીમેન્ટ ઉદ્યોગમાં શા માટે ઝંપલાવ્યું? તો એનો જવાબ છે, 2050ની સાલ સુધીમાં આપણો દેશ 25-30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે એવી અમને ખાતરી છે. આપણા દેશમાં વિકાસની ગતિને જોતાં સીમેન્ટની માગ વધશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગ સેક્ટરોમાં ઈન્વેસ્ટમેન્ટ ટ્રિલિયન ડોલર થવાની ધારણા છે. સીમેન્ટ આપણા આ બિઝનેસ માટે આકર્ષક પરિબળ છે. તેથી આપણે આવતા પાંચ જ વર્ષમાં સીમેન્ટ ઉત્પાદન ક્ષમતાને હાલની 7 કરોડ ટનથી વધારીને 14 કરોડ ટન કરીશું.

અદાણીના આ સંબોધનને આજે યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યું છે. 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular