Sunday, July 13, 2025
Google search engine
HomeNewsBusinessભાગેડુ મેહુલ ચોકસી ભારતને સોંપાશેઃ એન્ટિગુઆના PM

ભાગેડુ મેહુલ ચોકસી ભારતને સોંપાશેઃ એન્ટિગુઆના PM

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો ભાગેડુ હીરાનો વેપારી મેહુલ ચોકસી લાપતા થયા બાદ ડોમિનિકામાંથી પકડવામાં આવ્યો હતો. એન્ટિગુઆ મિડિયાએ એ દાવો કર્યો હતો. ચોકસી ડોમિનિકાથી ક્યુબા ભાગી જવાની ફિરાકમાં હતો, એ દરમ્યાન તેને દબોચવામાં આવ્યો હતો. એન્ટિગુઆના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉનીએ સંકેત આપ્યા હતા કે તેને સીધો ભારત મોકલવામાં આવશે. તેમણે કહ્યું હતું કે અમે ડોમિનિકાથી કહ્યું હતું કે તે ગેરકાયદે રીતે ડોમિનિકામાં પ્રવેશ કરવા પર મેહુલ ચોકસી પર કાર્યવાહી કર્યા પછી એને સીધો ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવશે.

એન્ટિગુઆ અને બારબુડાના વડા પ્રધાન ગૈસ્ટન બ્રાઉનીએ કહ્યું હતું કે હીરાનો વેપારી મેહુલ ચોકસીને ભારતને સોંપવામાં આવશે અને ભારત અધિકારીઓ એ લોકો સાથે સંપર્કમાં છે.

એક દિવસ પહેલાં અહેવાલ આવ્યા હતા કે ચોકસી એન્ટિગુઆ-બારબુડાથી લાપતા થયો છે. ચોકસીને છેલ્લી વાર રવિવારે સાંજે 5.15 કલાકે દેખાયો હતો. ત્યાર પછી તેની સામે ઇન્ટરપોલે યલો નોટિસ જારી કરી હતી. જે હેઠળ પડોશી દેશ ડોમિનિકામાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

વડા પ્રધાન બ્રાઉનીએ કહ્યું હતું કે ડોમિનિકા મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ પર સહમત થયા છે અને એન્ટિગુઆ એનો પરત સ્વીકાર નહીં કરે. તેમણે કહ્યું હતું કે ડોમિનિકામાં PM સ્કેરિટ અને કાનૂન પ્રવર્તનથી મેહુલ ચોકસીને એન્ટિગુઆ નહીં ફરવા માટે આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે ડોમિનિકન સરકારથી વિનંતી કરી હતી કે તેને અટકાયતમાં લેવામાં આવે અને તેને ભારત પરત કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular