Sunday, May 18, 2025
Google search engine
HomeNewsBusinessઅગ્રણી ક્રીપ્ટોકરન્સીમાં કડાકો; IC15-ઇન્ડેક્સમાં 7.83%નું ગાબડું

અગ્રણી ક્રીપ્ટોકરન્સીમાં કડાકો; IC15-ઇન્ડેક્સમાં 7.83%નું ગાબડું

મુંબઈઃ શુક્રવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં જોરદાર ઘટાડો નોંધાયો હતો. વિખ્યાત ક્રીપ્ટોકરન્સી બિટકોઇનનો ભાવ આ મહિને બીજી વાર 40,000 ડૉલરની નીચે પહોંચી ગયો હતો. વિશ્લેષકો અને અર્થશાસ્ત્રીઓ હાલ ફેડરલ રિઝર્વ દ્વારા થનારા વ્યાજદરના વધારાની સમીક્ષા કરવામાં લાગી ગયા છે એવા સમયે રોકાણકારોનું માનસ ખરડાયું છે અને તેની અસર તળે એથર, સોલાના, કાર્ડાનો, બિનાન્સ સ્માર્ટ ચેઇન તથા પ્રથમ હરોળની અન્ય ક્રીપ્ટોકરન્સીમાં ઘટાડો થયો હતો.

આ વર્ષે ફેડરલ રિઝર્વ ચાર વખત વ્યાજદરમાં વધારો કરશે એવું અનુમાન છે અને એ ધારણાએ ક્રીપ્ટો બજારમાં તારાજી સર્જી છે. કેટલાક વિશ્લેષકો અને અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે કદાચ પાંચ વખત વ્યાજદર વધારવામાં આવશે.

ક્રીપ્ટોકરન્સીના વિશ્વના પ્રથમ ઇન્ડેક્સ આઇસી15માં સ્થાન પામેલી તમામ કરન્સીના ભાવમાં પાંચથી લઈને બાર ટકાનો ઘસારો થતાં ઇન્ડેક્સ એકંદરે 7.83 ટકા (5,016 પોઇન્ટ) ઘટીને 59,025 થયો હતો. આઇસી15 64,041 ખૂલ્યા બાદ ઉપરમાં 66,029 અને નીચામાં 58,293 ગયો હતો. તેનો બંધ આંક 59,025 રહ્યો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
64,041 પોઇન્ટ 66,029 પોઇન્ટ 58,293 પોઇન્ટ 59,025 પોઇન્ટ

ડેટાનો સમયઃ 21-1-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular