Saturday, July 5, 2025
Google search engine
HomeNewsBusinessભારતમાં મોટા વિસ્તરણનો અમે આરંભ કર્યો છેઃ એપલ

ભારતમાં મોટા વિસ્તરણનો અમે આરંભ કર્યો છેઃ એપલ

મુંબઈઃ અમેરિકાની આઈફોન ઉત્પાદક એપલ કંપનીએ ભારતમાં બિઝનેસ કરવાના 25 વર્ષ પૂરા કર્યા છે. તેની ઉજવણી રૂપે એણે ભારતમાં પોતાના બે ‘એપલ સ્ટોર’ શરૂ કર્યા છે. ભારતમાં તેના આ પ્રથમ બ્રાન્ડેડ રીટેલ સ્ટોર છે. મુંબઈમાંના એપલ સ્ટોરનું 18 એપ્રિલના મંગળવારે અને નવી દિલ્હીમાંના સ્ટોરનું 20 એપ્રિલે ઉદઘાટન કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2022-23માં ભારતમાંથી એપલ ઉત્પાદનોની નિકાસનો આંક પાંચ અબજ ડોલરને પાર કરી જશે એવો કંપનીને અંદાજ છે. કંપનીએ ભારતમાં તેના આઈફોનનું ઉત્પાદન 2017માં શરૂ કર્યું હતું.

એપલના સીઈઓ ટીમ કૂકે એક નિવેદનમાં કહ્યું છે કે, ‘બંને સ્ટોરની ડિઝાઈન સ્થાનિક સ્વરૂપ અને અનુભૂતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. ભારત સુંદર સંસ્કૃતિ ધરાવતો તેમજ અદ્દભૂત ઊર્જાવાન લોકોનો દેશ છે. માનવજાતની સેવા બજાવી શકે એવી નવીનતાઓ સાથે વધારે ઉજ્જવ ભવિષ્યનું નિર્માણ કરવા માટે અમે આ દેશમાંના અમારા ગ્રાહકોને મદદરૂપ થવા, સ્થાનિક સમુદાયોમાં મૂડીરોકાણ કરવા સાથે મળીને કામ કરવા માટે ખૂબ જ રોમાંચિત છીએ.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular