Thursday, May 29, 2025
Google search engine
HomeNewsBusiness700 જિલ્લાઓને નિકાસ હબનો પ્રસ્તાવઃ બજેટમાં ઘોષણાની શક્યતા

700 જિલ્લાઓને નિકાસ હબનો પ્રસ્તાવઃ બજેટમાં ઘોષણાની શક્યતા

નવી દિલ્હીઃ દેશનાં 700 જિલ્લાઓને નિકાસનું હબ બનાવવા માટે વિકસિત કરવા માટે રૂ. 10,000 કરોડની યોજનાનો પ્રસ્તાવ વેપાર અને ઉદ્યોગ મંત્રાલયે આપ્યો છે, જે આગામી વિદેશ વેપાર નીતિનો હિસ્સો હશે. આની ઘોષણા બજેટ 2022-23 (બજેટ-2022)માં થવાની શક્યતા છે.

કેન્દ્રનું યોગદાન આશરે રૂ. 10,000 કરોડ હશે અને બાકીનાં રાજ્યો તરફથી કરવામાં આવશે, એમ નાન જણાવવાની શરતે અધિકારીએ કહ્યું હતું. આ યોજનાથી મોટો લાભ થશે. આ મામલાથી જાણકાર લોકોના જણાવ્યા મુજબ રાજ્યોનું યોગદાન રૂ. 5000-6000નું હોવાની શક્યતા છે. ડિસ્ટ્રિક્ટ એજ એક્સપોર્ટ્સ હબ પહેલ હેઠળ દેશના બધા જિલ્લાઓમાં નિકાસ ક્ષમતાવાળી પ્રોડક્ટ અને સર્વિસની ઓળખ થઈ ગઈ છે, જેમાં કૃષિ અને રમકડાં ક્લસ્ટરવાળા ઉત્પાદનો સામેલ છે.

આગામી ત્રણથી પાંચ વર્ષોમાં સરકાર દેશના 500 જિલ્લાઓમાંથી નિકાસમાં દ્વિઅંકના વધારાના લક્ષ્ય રાખી રહી છે. દેશની વ્યાવસાયિક નિકાસ ડિસેમ્બર, 2021માં વાર્ષિક આધારે 38.91 ટકા વધીને 37.81 અબજ ડોલર અને એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળામાં 301.38 અબજ ડોલર થઈ ગઈ છે. જિલ્લા નિકાસ હબના રૂપમાં હજી એક પહેલ છે, પણ એને બજેટનો ટેકો નથી, એટલે નાણાં મંત્રાલયે એક નવી યોજના શરૂ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.

આ પહેલ હેઠળ દરેક જિલ્લામાં (ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન કમિટી)ના રૂપે સંસ્થાકીય માળખું બનાવવામાં આવ્યું છે, જેનું પ્રાથમિક કામ કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા સ્તરે બધા સંબંધિત સ્ટેકહોલ્ડરોના સહયોગથી એક્સપોર્ટ એક્શન પ્લાન્સને તૈયાર કરવાનું અને એને લાગુ કરવાનું છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular