Wednesday, July 23, 2025
Google search engine
HomeNewsBusinessપ્રોવિડન્ટ ફંડ પર વ્યાજમાં કાપની તૈયારી?: 8.5 ટકા થઇ શકે છે..

પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજમાં કાપની તૈયારી?: 8.5 ટકા થઇ શકે છે..

નવી દિલ્હીઃ આ વર્ષે પગારદાર વ્યક્તિઓને સરકાર મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ નાણાકીય વર્ષ 2020 માટે પ્રોવિડન્ટ ફંડ (પીએફ) પર વ્યાજના દરોમાં કાપ મૂકવા તૈયારી કરી રહ્યું છે. EPFOના મૂડીરોકાણ પર રિટર્ન ઓછું રહેવાને કારણે આવું થવાની શક્યતા છે. EPFO નાણાકીય વર્ષ 2020 માટે પીએફ ડિપોઝિટ પર વ્યાજ દર 15 બેઝિસ પોઇન્ટ્સ ઘટાડીને 8.5 ટકા કરવા પર વિચાર કરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2019માં વ્યાજદર 8.65 ટકા હતું. એક બેઝિસ પોઇન્ટ એટલે 0.1 ટકા થાય.

પ્રાપ્ત સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર EPFO માટે આ વર્ષે વ્યાજદરો યથાવત્ દરે રાખવા મુશ્કેલ છે, કેમ કે લોંગ ટર્મ ફિક્સ્ડ ડિપોઝિટ્સ (FD) બોન્ડ્સ અને ગવર્નમેન્ટ સિક્યોરિટીઝથી EPFOની કમાણી પાછલા વર્ષે 50થી 8- બેઝિસ પોઇન્ટ્સ ઘટી છે. જોકે સરકાર આવો કોઈ નિર્ણય નહીં લેવા ઇચ્છે, કેમ કે કર્મચારીઓની વચ્ચે એનાથી પ્રતિકૂળ સંદેશ જાય.

બે NBFC કંપનીમાં નાણાં ફસાયાં

EPFOએ બે NBFCs  કંપનોમાં આશરે રૂ. 4,500 કરોડનું મૂડીરોકાણ કર્યું હતું, જેમાં દીવાન હાઉસિંગ ફાઇનાન્સ –DHFL) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસ- IL&FS) સામેલ છે. આ બંનેને ચુકવણી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. DHFL જ્યાં બેન્કરપ્સી રિઝોલ્યુશન પ્રોસેસથી પસાર થઈ રહી છે, જ્યારે બીજી બાજુ IL&FSને બચાવવા માટે સરકારી દેખરેખમાં કામ ચાલી રહ્યું છે.

EPFOએ કુલ મળીને રૂ. 18 લાખ કરોડનું મૂડીરોકાણ કર્યું હતું, જેમાંથી 85 ટકા ડેટ માર્કેટમાં અને 15 ટકા ETF દ્વારા ઈક્વિટીઝમાં રોકાણ કર્યું હતું. EPFOનું માર્ચ, 2019 સુધીમાં ઈક્વિટીઝમાં કુલ રૂ. 64,324 કરોડ હતું. અને 14.74 ટકા રિટર્ન મળ્યું હતું. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની મીટિંગમાં EPFOના વિશે નિર્ણય લેવા માટે ચર્ચા કરવામાં આવશે. EPFOના છ લાખ સક્રિય સબસ્ક્રાઇબર છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular