Wednesday, May 14, 2025
Google search engine
HomeNewsBusinessદિલ્હીમાં એરપોર્ટ એક્સપ્રેસ લાઈનની મેટ્રો ટ્રેનોની અંદર વાઈ-ફાઈ સુવિધાનો આરંભ

દિલ્હીમાં એરપોર્ટ એક્સપ્રેસ લાઈનની મેટ્રો ટ્રેનોની અંદર વાઈ-ફાઈ સુવિધાનો આરંભ

નવી દિલ્હી – દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)એ અહીં એરપોર્ટ એક્સપ્રેસ લાઈન પર પ્રવાસીઓની સુવિધા માટે મફત હાઈ-સ્પીડ વાઈ-ફાઈ સુવિધાનો આજથી આરંભ કર્યો છે.

આ સાથે એરપોર્ટ લાઈનની તમામ મેટ્રો ટ્રેનોમાં સીમલેસ અને મફત ઈન્ટરનેટ કનેક્ટિવિટીની સુવિધા શરૂ થઈ છે. પ્રવાસીઓ એરપોર્ટ લાઈન પરની ટ્રેનોમાં સફર કરતી વખતે ઈમેલ, ફેસબુક, યૂટ્યૂબ, ગૂગલ સર્ચ, વોટ્સએપ, વિડિયો અને ઓડિયો કોલ્સ તથા એનાથી વધારે સ્ટાન્ડર્ડ ઈન્ટરનેટ એપ્લિકેશન્સનો આનંદ માણી શકશે.

પ્રવાસીઓએ એમના મોબાઈલ ફોનના વાઈ-ફાઈ મેનૂમાંથી ‘METROWIFI_FREE’ નેટવર્કને પસંદ કરી લોગઈન કરવાનું રહેશે, જે વિન્ડો ખૂલે એમાં પોતાનો ફોન નંબર એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ નેટવર્ક એક્સેસ માટેનો ઓટીપી ટાઈપ કરીને ‘કનેક્ટ’ પર ક્લિક કરવાનું રહેશે. અને એમને હાઈસ્પીડ મફત વાઈ-ફાઈ સુવિધા મળતી થઈ જશે.

આજે આ સુવિધા લોન્ચ થતાં અન્ડરગ્રાઉન્ડ ટ્રેનોમાં પ્રવાસ કરતા લોકોને મફત વાઈ-ફાઈ કનેક્ટિવિટી પૂરી પાડવામાં દુનિયાભરના જૂજ દેશોમાં ભારત પણ જોડાયું છે. દક્ષિણ એશિયામાં તો ભારત પહેલો જ દેશ છે.

દિલ્હી મેટ્રો નેટવર્ક પર વાઈ-ફાઈ કનેક્ટિવિટી પૂરી પાડવા માટેના પ્રોજેક્ટનો અમલ મેસર્સ મેક્ઝિમા ડિજિટલ પ્રા.લિ. (મેક્ઝિમા ટેલીકોમ, રશિયાની ભાગીદાર), મેસર્સ ટેક્નો સેટ કોમ (ઈન્ડિયા) પ્રા.લિ. અને મેસર્સ સીફી ટેક્નોલોજીઝના બનેલા ઉદ્યોગસમૂહે કર્યો છે.

આ ઉદ્યોગસમૂહે આ સુવિધા આપવા માટે સમગ્ર લાઈન પર ખાસ 24 કિ.મી. ફાઈબર, 7 કિ.મી. પાવર કેબલ (સાથે 44 બેઝ સ્ટેશન્સ) તથા અન્ય એક્ટિવ કમ્પોનન્ટ્સ બિછાવ્યા છે જેથી પ્રવાસીઓને કોઈ અવરોધ વગર વાઈ-ફાઈ સુવિધા મળી રહે. દરેક ટ્રેન ટ્રેકસાઈડ નેટવર્ક સાથે કનેક્ટ થવા માટે રેડિયો ટેક્નોલોજી સાથે સુસજ્જ છે. દરેક ટ્રેનના દરેક ડબ્બામાં વાયરલેસ એક્સેસ પોઈન્ટ્સ ઉપલબ્ધ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular