Sunday, May 18, 2025
Google search engine
HomeNewsBusinessઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 30-સપ્ટેમ્બર સુધી લંબાવાયો

ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 30-સપ્ટેમ્બર સુધી લંબાવાયો

નવી દિલ્હીઃ દેશમાં વિમાન ઉડ્ડયન ક્ષેત્ર માટેની નિયામક કેન્દ્ર સરકારી એજન્સી ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ કોરોનાવાઈરસ રોગચાળાના ફેલાવાને ધ્યાનમાં લઈને આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 30 સપ્ટેમ્બર, 2021 સુધી લંબાવ્યો છે.

એક સર્ક્યૂલરમાં ડીજીસીએ તરફથી જણાવાયું છે કે આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય કાર્ગો વિમાન સેવાઓ અને વિશેષ રીતે મંજૂર કરાયેલી ફ્લાઈટ્સને લાગુ નહીં પડે. પસંદગીના રૂટ્સ પર કેટલીક આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ્ડ ફ્લાઈટ્સની અવરજવરને પરવાનગી ચાલુ રહેશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular