Friday, May 23, 2025
Google search engine
HomeNewsBusinessચીનની બેન્કો પ્રોપર્ટી સંકટમાં: $350-અબજના નુકસાનની આશંકા

ચીનની બેન્કો પ્રોપર્ટી સંકટમાં: $350-અબજના નુકસાનની આશંકા

બીજિંગઃ ચીનની બેન્કોએ લોકોને પ્રોપર્ટી ખરીદવા માટે મોટા પાયે લોનની વહેંચણી કરી છે, પણ લોકો લોનનો હપતો ભરવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે. જેને લીધે ચીનની બેન્કો 350 અબજ ડોલરના મોર્ગેજ લોસના સૌથી મોટા પડકારનો સામનો કરી રહી છે. ચીનનું વહીવટી તંત્ર આ સંકટને હલ કરવા પ્રયાસ કરી રહ્યું છે. ચીનના કેટલાય વિસ્તારોમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ વચમાં (અધૂરા) ફસાઈ ગયા છે. જેનાથી ઘર ખરીદવાળા હજારો લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે. ચીનનાં 90 શહેરોમાં લોકોએ બેન્કોના લોનના હપતા ચૂકવવાનો ઇનકાર કરી દીધો છે. ચીનમાં પ્રોપર્ટી માર્કેટ કારણે બેન્કિંગ સિસ્ટમમાં 56 લાખ કરોડ ડોલર ફસાઈ ગયા છે. આ રકમ કુલ મોર્ગેજના છ ટકા છે.

ચીનની સ્ટેટ બેન્કે સૂચના આપી હતી કે લોકોના વિરોધને કારણે 2.1 અબજ યુવાનને મોર્ગેજ સીધી પ્રભાવિત થઈ છે. ચીનમાં આર્થિક વૃદ્ધિદર ધીમો પડ્યો છે. કોરોના સંક્રમણ, યુવાઓમાં વધતી રોજગારીને કારણે ચીનની સરકાર નાણાકીય અને સામાજિક અસ્થિરતાનો સામનો કરી રહી છે. ચીનની સરકાર લોકોને લોનની ચુકવણીમાં વધુ સમય આપવાના પ્રયાસ કરી રહી છે.ચીનની બેન્કોએ પ્રોપર્ટી સેક્ટરને કોઈ અન્ય ઉદ્યોગની તુલનામાં સૌથી વધુ  લોન આપી છે. માર્ચના અંત સુધીમાં લોકોને ઘર ખરીદવા માટે 29 લાખ કરોડ યુવાનોને લોન આપી હતી, જ્યારે 13 લાખ કરોડ યુવાનોને લોન ડેવલપર્સને આપી હતી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular