Wednesday, July 2, 2025
Google search engine
HomeNewsBusinessઇન્કમ-ટેક્સ કાયદામાં થયેલા ફેરફાર, જે તમને અસરકર્તા, જાણો...

ઇન્કમ-ટેક્સ કાયદામાં થયેલા ફેરફાર, જે તમને અસરકર્તા, જાણો…

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ (CBDT)એ હાલ એક આદેશ જારી કર્યો છે કે ઇન્ક્મ-ટેક્સ એક્ટ, 1961 હેઠળ વિવિધ નાણાકીય વ્યવહારોને 26ASમાં સામેલ કરવામાં આવ્યાં છે, જેમાં  આ ફોર્મમાં -નવી માહિતીમાં વિદેશથી મળતા રેમિટન્સ (વિદેશથી મોકલવામાં આવતાં નાણાં), મ્યુચ્યુઅલ ફંડ જેવી ખરીદી (રોકાણ)ની વિગતો સામેલ કરવી પડશે.

26AS ફોર્મ શું છે?

ફોર્મ 26AS એક વાર્ષિક ટેક્સ સ્ટેટમેન્ટ છે, જેમાં કરદાતા કર સંબંધી વિગતો હોય છે. દાખલા તરીકે એ ફોર્મમાં કરકપાતની રકમ, કરવસૂલાતનો સ્રોત, સેલ્ફ એસેસમેન્ટ અથવા એડવાન્સમાં કરની ચુકવણી અથવા ઊંચા મૂલ્યના વ્યવહારોની વિગતો અને રિફન્ડ વગેરે. આ ફોર્મની વિગતોનું વિસ્તરણ એટલે કે વધુ વિગતો માગવામાં આવી છે. આ ફોર્મ એક જરૂરી દસ્તાવેજ છે અને એ કરદાતાની ખરાઈ કરવામાં મદદ કરે છે. ગયા વર્ષે ફોર્મ 26ASમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા.

  •  ફોર્મ 26ASમાં નવા સુધારાવધારા
  • કોઈ પણ વિદેશી રેમિટન્સની વિગતો.
  • માલિક (કંપની) વતી પગારના વિવિધ ઘટકોની વિગતો.
  • મ્યુચ્યુઅલ ફંડ ખરીદી અને ડિવિડન્ડની આવક
  • ગયા વર્ષે મળેલા રિફંડ પર વ્યાજ
  •  ITRમાં અન્ય કરદાતાઓ (ઘરના અન્ય કરદાતા)ની માહિતી

નિષ્ણાતોનું માનવું છે કે 26ASનો વ્યાપ વધારવાથી કરદાતાઓ માટે ITR ફાઇલ કરવું સરળ થઈ જશે, કેમ કે એક સ્ટેટમેન્ટમાં બધી વિગતો ઉપલબ્ધ હશે. જોકે નવા ફોર્મ 26 ASમાં ઇન્કમ-ટેક્સ વિભાગ બાકી રકમ (ટેક્સ)ની માગ પણ કરી શકશે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular