Sunday, May 18, 2025
Google search engine
HomeNewsBusinessલાંચ મામલે ગેઇલના એક્ઝિ. ડિરેક્ટર સહિત પાંચની ધરપકડ  

લાંચ મામલે ગેઇલના એક્ઝિ. ડિરેક્ટર સહિત પાંચની ધરપકડ  

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિશન (CBI)એ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (GAIL)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રોજેક્ટસ) કે.બી. સિંહને રૂ. 50 લાખની લાંચ આપવાના મામલે ધરપકડ કરી છે. સિંહની સાથે ચાર અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. જે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે, એમાંથી એકની ઓળખ વડોદરા એડવાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડિરેક્ટર સુરેન્દ્ર કુમાર તરીકે કરવામાં આવી છે.

આ લાંચ કાંડમાં દિલ્હી, નોએડા અને વિશાખાપટ્ટનમમાં કેટલીય જગ્યાઓ પર તપાસ ચાલી રહી છે. આ મામલો ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટમાં કેટલાક કોન્ટ્રેક્ટરોનો પક્ષ લેવાના બદલામાં નાણા લેવાનો મામલો જોડાયેલો છે, એમ સૂત્રોએ કહ્યું હતું. આ લાંચ બે ગેઇલ પાઇપલાઇન પ્રોજેક્ટ- શ્રીકાકુલમથી અંગુલ અને વિજયપુરથી ઔરૈયા માટે આપવામાં આવી હતી. CBIને લાંચની આપ-લે માટે ઇનપુટ મળ્યા હતા, જે પછી એણે ચોથી સપ્ટેમ્બરે એક ઓપરેશન શરૂ કર્યું હતું અને ધરપકડ કરી હતી, એમ સૂત્રોએ કહ્યું હતું.

CBIના સુપર ઓપરેશનમાં બરોડાની એડવાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના ડિરેક્ટર સુરેન્દ્રકુમાર પણ CBIના હાથે ઝડપાયા છે. એ સાથે-સાથે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં પ્રોજેક્ટ લેવા લાંચ માગી હતી એ પણ ખુલાસો થયો છે. CBIમાં ફરિયાદ થતાં ગેઇલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સહિત પાંચની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular