Friday, August 8, 2025
Google search engine
HomeNewsBusinessક્રિપ્ટો-ઈન્વેસ્ટમેન્ટને વેપાર-આવક ગણવી? બજેટમાં પરિભાષા નક્કી કરાશે

ક્રિપ્ટો-ઈન્વેસ્ટમેન્ટને વેપાર-આવક ગણવી? બજેટમાં પરિભાષા નક્કી કરાશે

નવી દિલ્હીઃ વિવાદાસ્પદ એવી ક્રિપ્ટોકરન્સીમાં વેપાર કરવાથી કે મૂડીરોકાણ કરવાથી જે આવક થાય એને આ વર્ષથી કાયમને માટે કેપિટલ ગેન્સ સામે બિઝનેસ આવક તરીકે ગણી શકાય કે નહીં? તે વિશે કેન્દ્ર સરકારે દેશના અમુક વરિષ્ઠ કરવેરા સલાહકારો પાસેથી મંતવ્યો મગાવ્યા છે. જો સરકાર એવો કોઈ નિર્ણય લેશે તો ક્રિપ્ટોના ઈન્વેસ્ટરો પર કરવેરાનો બોજો નોંધપાત્ર રીતે વધી શકે છે.

સરકાર વિશેષ કરીને ક્રિપ્ટો સંપત્તિઓ માટે આવક અને લાભની પરિભાષાને આગામી કેન્દ્રીય બજેટમાં સુદૃઢ કરવા માગે છે. આનો અર્થ એ થાય કે ક્રિપ્ટોના ઈન્વેસ્ટરો કે વેપારીઓ માટે નાણાકીય વળતર ઉપરનો આવકવેરો 35% થી લઈને 42% જેટલો થઈ શકે છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular