Friday, May 16, 2025
Google search engine
HomeNewsBusinessઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરનારાં સોવરિન વેલ્થ ફંડોને કરમુક્ત આવક મળશે

ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરનારાં સોવરિન વેલ્થ ફંડોને કરમુક્ત આવક મળશે

સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સોવરિન વેલ્થ ફંડો દ્વારા કરવામાં આવતા રોકાણને સંપૂર્ણપણે કરમુક્ત રાખવાની જાહેરાત કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે દેશમાં વધુ રોકાણ આવે એવો આ જાહેરાત પાછળનો ઉદ્દેશ્ય છે.

નાણા પ્રધાને બજેટ ભાષણમાં જણાવ્યા મુજબ સોવરિન વેલ્થ ફંડને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય નોટિફાઇડ ક્ષેત્રોમાં 31 માર્ચ 2024 પહેલાં કરેલા રોકાણ સંબંધે વ્યાજ, ડિવિડંડ અને કેપિટલ ગેઇન્સ એ બધી આવક સંપૂર્ણપણે કરમુક્ત મળશે. જોકે, તેના માટે તેમણે એ રોકાણ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી રાખી મૂકવું પડશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular