Friday, July 18, 2025
Google search engine
HomeNewsBusinessBSE ઈન્ડિયા-INX પર દૈનિક ટર્નઓવરનો નવો વિક્રમ

BSE ઈન્ડિયા-INX પર દૈનિક ટર્નઓવરનો નવો વિક્રમ

મુંબઈઃ ગુજરાતના ગાંધીનગર સ્થિત દેશના પ્રથમ ઇન્ટરનેશનલ એક્સચેન્જ, ઈન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ (ઇન્ડિયા INX)ના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં તાજેતરમાં  6.67 અબજ યુએસ ડોલર (આશરે રૂ.48,913 કરોડ)ના દૈનિક ટર્નઓવરનો નવો વિક્રમ નોંધાયો હતો.

બીએસઈના ઈન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ પર ટ્રેડિંગ વોલ્યુમ 16 જાન્યુઆરી, 2017થી શરૂ થયા પછી ઝડપથી વધી રહ્યું છે. તેના દૈનિક સરેરાશ વોલ્યુમમાં ઓક્ટોબર મહિનામાં સપ્ટેમ્બર મહિનાની તુલનાએ 21.87 ટકાનો વધારો થયો છે. અત્યાર સુધીમાં INX ઈન્ડિયા પરનું ચક્રવૃદ્ધિ ટર્નઓવર વધીને 1.19 ટ્રિલ્યન ડોલર થયું છે.એ જ પ્રમાણે મે મહિનામાં શરૂ કરવામાં આવેલા રૂપી ડેરિવેટિવ્ઝમાં 19 ઓક્ટોબર સુધીમાં 10 અબજ યુએસ ડોલરથી અધિકનાં કામકાજ થયાં છે અને ઈન્ડિયા INX ગિફ્ટ IFSC ખાતેના કામકાજના 78 ટકા બજાર હિસ્સા સાથે મોખરે રહ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular