Friday, May 23, 2025
Google search engine
HomeNewsBusinessઓગસ્ટમાં 1.41-કરોડ ટ્રાન્ઝેક્શન્સ: બીએસઈ સ્ટાર-એમએફનો નવો વિક્રમ

ઓગસ્ટમાં 1.41-કરોડ ટ્રાન્ઝેક્શન્સ: બીએસઈ સ્ટાર-એમએફનો નવો વિક્રમ

મુંબઈઃ દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફએ ઓગસ્ટ, 2021માં 1.41 કરોડથી અધિક ટ્રાન્ઝેક્શન હેન્ડલ કરવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. અગાઉનો વિક્રમ જુલાઈ, 2021માં 1.32 કરોડ ટ્રાન્ઝેક્શનનો હતો. સ્ટાર એમએફ દ્વારા ઓગસ્ટમાં રૂ.36,277 કરોડના ટ્રાન્ઝેક્શન પાર પાડવામાં આવ્યા છે. – વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલથી ઓગસ્ટ, 2021 દરમિયાન આ પ્લેટફોર્મ પર 6.28 કરોડથી અધિક ટ્રાન્ઝેક્શન થયા છે.

બીએસઈના સ્ટાર એમએફ પર ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા આગલા નાણાકીય વર્ષની તુલનાએ 67 ટકા વધી છે. – આ પ્લેટફોર્મમાં ઓગસ્ટ, 2021માં રૂ.211.89 કરોડના 9.09 લાખ નવા રેકોર્ડ એસઆઈપી રજિસ્ટર થયા છે. – બીએસઈ સ્ટાર એમએફ પર ડિસ્ટ્રિબ્યુટર્સની સંખ્યા વધીને 70,560 થઈ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular