Saturday, May 17, 2025
Google search engine
HomeNewsBusinessBSE-સ્ટાર-MF પર નેટ ઈક્વિટી ઈન્ફ્લો રૂ.6072-કરોડ થયો

BSE-સ્ટાર-MF પર નેટ ઈક્વિટી ઈન્ફ્લો રૂ.6072-કરોડ થયો

મુંબઈ: દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર પ્લેટફોર્મ BSE સ્ટાર MF પર જૂન મહિનામાં રૂ.6,072 કરોડનો નેટ ઈક્વિટી ઈન્ફ્લો રહ્યો હતો, જ્યારે કે પૂરા મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો નેટ ઈક્વિટી ઈન્ફ્લો રૂ.5,988 કરોડનો રહ્યો હતો.

BSE સ્ટાર MF પર એપ્રિલમાં રૂ. 5,458 કરોડ અને મેમાં રૂ.5,147 કરોડનો નેટ ઈક્વિટી ઈન્ફ્લો રહ્યો હતો.

એ ઉપરાંત જૂન, 2021માં આ પ્લેટફોર્મ પર કુલ 1.29 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા, જે મે મહિનામાં 1.14 કરોડ થયા હતા.

BSE સ્ટાર MF પર જૂન મહિનામાં સૌથી વધુ એસઆઈપી રજિસ્ટર કરવાનો પણ વિક્રમ સર્જાયો હતો. મેમાં 6.88 લાખ SIP રજિસ્ટર થયા હતા એની સામે જૂન મહિનામાં 7.83 લાખ SIP રજિસ્ટર થયા હતા.

ગત નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 9.83 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા એના 38 ટકા એટલે કે 3.54 કરોડ ચાલુ નાણાકીય વર્ષના માત્ર ત્રણ મહિનામાં થયા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular