Friday, May 23, 2025
Google search engine
HomeNewsBusinessBSE સ્ટાર MFએ કંપનીઓ માટે ડાયરેક્ટ મૂડીરોકાણ કરવાનું પોર્ટલ લોન્ચ કર્યું

BSE સ્ટાર MFએ કંપનીઓ માટે ડાયરેક્ટ મૂડીરોકાણ કરવાનું પોર્ટલ લોન્ચ કર્યું

મુંબઃ નવી ટેક્નોલોજી અને પ્રોડક્ટસ સતત લોન્ચ કરવામાં અગ્રેસર બીએસઈના સ્ટાર MF પ્લેટફોર્મે કંપનીઓ સીધું મૂડીરોકાણ કરી શકે  એ માટેનું પોર્ટલ કોર્પ ડાયરેક્ટ લોન્ચ કર્યું છે. આ પોર્ટલથી AMCs, ડિસ્ટ્રબ્યુટર્સ, ઈન્વેસ્ટર્સ અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના સહભાગીઓને સંપૂર્ણ વેલ્યુ બેઝ્ડ સર્વિસીસ પૂરી પાડવાની સવલતવધુ સરળ બનશે.

સ્ટાર MF કોર્પ ડાયરેક્ટ અત્યારે કંપનીઓ માટે લાઈવ છે. ટૂંક સમયમાં તે અન્ય બિનઅંગત સંસ્થાઓ (HUFs, પાર્ટનરશિપ ફર્મ્સ, સોસાયટીઝ વગેરે) માટે ઉપલબ્ધ બનશે.

સ્ટાર એમએફ કોર્પ ડાયરેક્ટની વિશેષતાઓમાં પ્રારંભથી અંત સુધી ડિજિટલ વેબ મોડ્યુલ, કોર્પોરેટ પેરેન્ટ ચાઈલ્ડ એન્ટિટી કોન્સેપ્ટ, બધી AMCs અને તેમની સ્કીમ્સ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ, એસએમએસ અને ઈમેઈલ દ્વારા મંજૂરી અને એક જ ક્લિક દ્વારા બહુવિધ ટ્રાન્ઝેકશન્સનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે બિઝનેસ હેડ-મ્યુચ્યુઅલ ફંડ, બીએસઈ ગણેશ રામે કહ્યુ કે બજાર નિયામકે આ વર્ષના પ્રારંભે એક્સચેન્જીસને એની મંજૂરી આપી હતી કે તેઓ રોકાણકારોના મ્યુચ્યુઅલ ફંડ્સમાંના સીધા રોકાણને પ્રોસેસ કરી શકે. બીએસઈએ આ તક ઝડપીને સ્ટાર MF કોર્પ ડાયરેક્ટ પોર્ટલ લોન્ચ કર્યું છે જે કંપનીઓના વર્તમાન રોકાણ અનુભવને વધુ બહેતર બનાવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular