Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsBusinessBSE સેન્સેક્સ 1300 પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી 24,500ને પાર

BSE સેન્સેક્સ 1300 પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી 24,500ને પાર

અમદાવાદઃ સપ્તાહના અંતે ઘરેલુ શેરબજારોમાં તેજી થી હતી. અમેરિકામાં મંદીથી જોડાયેલા આશંકાઓ ઓછી છતાં સેન્સેક્સ 130 પોઇન્ટ ઊછળ્યો હતો, જ્યારે નિફ્ટી ઊછળીને 24,500ને પાર થયો હતો. સૌથી વધુ IT અને રિયલ્ટી શેરોમાં જોવા મળી હતી. રોકાણકારોની સંપત્તિમાં  સાત લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.8 ટકા અને 1.7 ટકા ઊછળ્યા હતા.

 અમેરિકામાં હાલમાં રોજગાર ડેટા અને રિટેલ વેચાણનો ડેટા નબળો આવ્યો હતો, તેમ છતાં મંદીની આશંકા ઓછી થતાં અને US ફેડ રિઝર્વ એની હળવી ધિરાણ નીતિ હાલ ચાલુ રાખશે એવા સંકેતો મળતાં રોકાણકારોએ શેરોમાં સાર્વત્રિક લેવાલી કાઢી હતી. આ ઉપરાંત એસિયન બજારોમાં સોલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ પણ ઊંચા સ્તરે બંધ થયા હતા, જ્યારે યુરોપિયન બજારો પણ તેજી સાથે બંધ થયા હતા.બજારમાં US સપ્ટેમ્બરની મીટિંગમાં અમેરિકામાં મંદીની આશંકાએ વ્યાજદરમાં કાપ મૂકશે એવો આશાવાદ પણ પ્રવર્તતો હતો. જેને પગલે ઘરેલુ બજારમાં તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ 1330.96 પોઇન્ટ ઊછળીને 80,436.84 અને નિફ્ટી 397.40 પોઇન્ટ ઊછળીને 24,541.20ના મથાળે બંધ રહ્યા હતા.

શેરબજારના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ બુધવારે રૂ. 2595.27 કરોડના શેરો વેચ્યા હતા, જ્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (DII)એ 2236.21 કરોડના શેરોની ખરીદી કરી હતી.

BSE એક્સચેન્જ પર કુલ 4036 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2475 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1454 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 107 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 202 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 46 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular