Tuesday, May 27, 2025
Google search engine
HomeNewsBusinessબીએસઈ ઈન્વેસ્ટમેન્ટ્સે ONDCમાં 5.88% હિસ્સો પ્રાપ્ત કર્યો

બીએસઈ ઈન્વેસ્ટમેન્ટ્સે ONDCમાં 5.88% હિસ્સો પ્રાપ્ત કર્યો

મુંબઈ તા.25 માર્ચ, 2022: બીએસઈની સંપૂર્ણ માલિકીની કંપની બીએસઈ ઈન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડએ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી)માં 5.88 ટકા હિસ્સો પ્રાપ્ત કર્યો છે. બજારની સલામતી અને અખંડિતતા માટે બીએસઈ હંમેશ શ્રેષ્ઠ, ટેકનોલોજીસ, પ્રક્રિયાઓ અને પ્રથાઓનો અમલ કરે છે. ડિજિટલ ઈ-કોમર્સના આંતરરાષ્ટ્રીય કન્વર્ઝન્સના પ્રવાહોને જોતાં એવી ધારણા રાખવામાં આવે છે કે  સરકારના આત્મનિર્ભર ભારતના વિઝન પ્રમાણે ઈ-કોમર્સના આમૂલ પરિવર્તનમાં ઓએનડીસી ડિજિટલ ક્રાંતિકારક ભૂમિકા ભજવશે.

ઓએનડીસી ઓપન-સોર્સ એપીઆઈ અને ઓપન પ્રોટોકોલ્સ મારફતના આરોહણ દ્વારા ડિજિટલ માળખાગત સુવિધાઓ સ્થાપવાને ઉત્તેજન આપશે. સાર્વજનિક ડિઝાઈનની સંકલ્પના ઘડવામાં આવી રહી છે, જ્યાં ખરીદદારો અને વેચાણકર્તાઓ ઈકોમર્સ વ્યવહારો માટે પરસ્પર સંપર્ક કરી શકશે અને તે વિકેન્દ્રિત નાવીન્યપૂર્ણ મોડેલ હશે જે ખુલ્લા સહકાર અને સામંજસ્યને પ્રોત્સાહન આપશે.

આ પ્રસંગે બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું, ઓએનડીસી સાથેની ભાગીદારીથી અમે ઉત્સાહિત છીએ, કારણ કે એના દ્વારા અમે ડિજિટલ પરિવર્તન અને સર્વને નાણાકીય સેવાઓની ઉપલબ્ધિ માટેની રાષ્ટ્રીય પહેલમાં સહભાગી થઈ રહ્યા છીએ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular