Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsBusinessફાઈનાન્સ, કેપિટલ માર્કેટ્સના કોર્સીસ માટે BSE ઈન્સ્ટિટ્યૂટ-ગિફ્ટ SEZ વચ્ચે સમજૂતી

ફાઈનાન્સ, કેપિટલ માર્કેટ્સના કોર્સીસ માટે BSE ઈન્સ્ટિટ્યૂટ-ગિફ્ટ SEZ વચ્ચે સમજૂતી

મુંબઈઃ બીએસઈની સંપૂર્ણ માલિકીની બીએસઈ ઈન્સ્ટિટ્યૂટ લિમિટેડએ ફાઈનાન્સ અને કેપિટલ માર્કેટ્સના કોર્સીસ ઓફર કરવા માટે ગિફ્ટ એસઈઝેડ સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યો છે. બીએસઈ ઈન્સ્ટિટ્યૂટ નાણાકીય અને મૂડીબજારને લગતા અભ્યાસક્રમો અને તાલીમ ઓફર કરતી દેશની અગ્રણી સંસ્થા છે.

આ સમજૂતી કરારથી ગિફ્ટ સિટી ખાતેના ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (આઈએફએસસી) સંબંધિત પ્રોગ્રામ્સના વિકાસ અને સંચાલનને વેગ મળશે. ગિફ્ટ સિટી આઈએફએસસીના બજાર સહભાગીઓ માટેના સર્ટિફિકેશન્સ પ્રોગ્રામના આરંભ સાથે ઈન્ટરનેશનલ  સિક્યુરિટીઝ રેગ્યુલેશન્સ સર્ટિફિકેશન્સ માટેના ઉમેદવારોને તૈયાર પણ કરી શકાશે.

બીએસઈ ઈન્સ્ટિટ્યૂટ લિમિટેડના સીઈઓ અંબરીષ દત્તાએ કહ્યું કે ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર સ્થાનિક અર્થતંત્રની બહાર રહેલા ગ્રાહકોને સર્વિસીસ પૂરી પાડે છે, જેમાં વિવિધ દેશોના ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સ અને સર્વિસીસનો સમાવેશ થાય છે. આથી આપણે વૈશ્વિક નિયમનો અને શ્રેષ્ઠ વૈશ્વિક પદ્ધતિઓનું જ્ઞાન ધરાવતા ઉચ્ચ કૌશલયુક્ત પ્રોફેશનલ્સ તૈયાર કરવા આવશ્યક છે. અમને વિશ્વાસ છે કે અમારી આ સંયુક્ત પહેલ આ લક્ષ્યાંક સિદ્ધ કરવામાં અને ગિફ્ટ સિટીને વિશ્વના સૌથી મોટા નાણાકીય મથક  તરીકે ઊભરવામાં  સહાયભૂત થશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular