Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsBusinessઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સના ટ્રેડિંગ માટે બીએસઈને મળી 'સેબી'ની મંજૂરી

ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સના ટ્રેડિંગ માટે બીએસઈને મળી ‘સેબી’ની મંજૂરી

મુંબઈ તા.10 ફેબ્રુઆરી, 2022: બીએસઈને ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (ઈજીઆર)ના ટ્રેડિંગ માટેની મંજૂરી સેબી પાસેથી મળી છે એ સાથે બીએસઈનું સ્પોટ બુલિયન ટ્રેડિંગ શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે. બીએસઈમાં ડિલિવરી સાથે સોનાનું ટ્રેડિંગ શરૂ કરવાનો માર્ગ આ સાથે મોકળો થયો છે.

નાણામંત્રાલયે ઈજીઆરને સિક્યુરિટીઝ કોન્ટ્રેક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, 1956 હેઠળ સિક્યુરિટીઝનો દરજ્જો આપતાં અને સેબીની મળેલી મંજૂરી બાદ હવે આગામી બે મહિનામાં સ્પોટ ગોલ્ડ એક્સચેન્જ શરૂ કરશે. આ ક્ષેત્ર બીએસઈનું હરીફ મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) બની રહેશે, કારણ કે તે કોમોડિટીઝમાં, ખાસ કરીને સોના-ચાંદીનું સ્પોટ ટ્રેડિંગ શરૂ કરવાની યોજના ધરાવે છે. પરંતુ તેને સ્પોટ બુલિયન એક્સચેન્જ માટેનું સોફ્ટવેર પ્રાપ્ત થવામાં વિલંબ  થઈ રહ્યો હોવાથી તેની પીછેહટ થઈ રહી છે.

બીએસઈએ તેના પ્લેટફોર્મ પર કોમોડિટી ટ્રેડિંગ શરૂ કર્યું છે પરંતુ તે એમસીએક્સ માટે અપેક્ષા પ્રમાણે પડકારરૂપ બની રહ્યું નથી. જોકે તેના વોલ્યુમમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે બીએસઈ સ્પોટ બુલિયન એક્સચેન્જ શરૂ કરશે ત્યારે તેની ખરી તાકાતનો અંદાજ આવશે એમ વિવરણકારોએ કહ્યું હતું. સ્પોટ બુલિયનને પગલે સામાન્ય લોકો, ઝવેરીઓ અને કોઈ પણ વ્યક્તિ એક્સચેન્જના પ્લેટફોર્મ  પરથી કિંમત અને ગુણવત્તાની પારદર્શિતા સાથે ગોલ્ડ બાર્સ ખરીદી શકશે, જેનો રિટેલ વેચાણ કેન્દ્રોમાં અભાવ હોય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular