Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsBusiness'ઓપ્શન્સ ઈન ગુડ્સ કોન્ટ્રેક્ટ્સ'નું રૂ.5010-કરોડનું ટર્નઓવર: BSEનો-વિક્રમ

‘ઓપ્શન્સ ઈન ગુડ્સ કોન્ટ્રેક્ટ્સ’નું રૂ.5010-કરોડનું ટર્નઓવર: BSEનો-વિક્રમ

મુંબઈ તા.4 મે, 2021: BSEએ ઓપ્શન્સ ઈન ગુડ્સ કોન્ટ્રેક્ટ ફ્રેમવર્કના ગોલ્ડ મિની કોન્ટ્રેક્ટમાં સતત નવમા મહિને તેના ગુજરાતના અમદાવાદસ્થિત નિયુક્ત વોલ્ટ ખાતે ફિઝિકલ ડિલિવરી પાર પાડી હતી. ઓપ્શન્સ ઈન ગુડ્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.5010 કરોડનું સર્વોચ્ચ ટર્નઓવર નોંધાયું હતું.

BSEએ 1 જૂન, 2020થી ગોલ્ડ મિની અને સિલ્વર કેજીના સ્પોટ ભાવ આધારિત ઓપ્શન્સ ઈન ગુડ્સ કોન્ટ્રેક્ટ લોન્ચ કર્યા હતા. આ કોન્ટ્રેક્ટ સમાપ્તિ સમયે ફિઝિકલ ડિલિવરીમાં પરિણમે છે. ગોલ્ડ મિની ઓપ્શન્સ ટ્રેડિંગ યુનિટ 100 ગ્રામના છે અને તેની બેઝ વેલ્યુ પ્રતિ દસ ગ્રામમાં દર્શાવાય છે. ઓર્ડરની મહત્તમ સાઈઝ 10 કિલોની છે અને તેને 100 ગ્રામના યુનિટ્સમાં ડિલિવર કરવામાં આવે છે.

BSEના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું, BSE બુલિયન ઓપ્શન્સ સેગમેન્ટમાં માર્કેટ લીડર છે.લોકડાઉન વચ્ચે પણ અમે અવિરતપણે ડિલિવરી પાર પાડી રહ્યા છીઓ જેને પગલે નાના અને મધ્યમ કક્ષાના જ્વેલર્સ અને બુલિયન ડીલરોને તેમના ભાવના જોખમને હેજ કરવાની સુવિધા મળી રહી છે અને તેમને સમયસર ડિલિવરીઓ પ્રાપ્ત થઈ રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular