Monday, July 14, 2025
Google search engine
HomeNewsBusinessBSE ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનો નવો વિક્રમ; ટર્નઓવર વધીને રૂ. 5,169 કરોડ થયું

BSE ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનો નવો વિક્રમ; ટર્નઓવર વધીને રૂ. 5,169 કરોડ થયું

મુંબઈ – બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શુક્રવાર, 14 ફેબ્રુઆરીએ ટર્નઓવર 5,169 કરોડ રૂપિયાની સપાટી વટાવી ગયું હતું. ઈન્ટરઓપરેબિલિટીના અમલ બાદ બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કામકાજ નવી સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. બીએસઈએ ઈક્વિટી ડેરિવેટિવ્ઝમાં લિક્વિડિટી વધારવા માટેની સ્કીમ લાગુ કરી હતી, જેમાં 25 નવેમ્બર, 2019ના રોજ સુધારો કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું, “ મેમ્બર્સના સતત સમર્થન અને સક્રિય સામેલગીરીને લીધે બીએસઈ પર ટર્નઓવર સતત વધતું રહ્યું છે. હું આશા રાખું છું કે મેમ્બર્સ બીએસઈને ટેકો આપવાનું ચાલુ રાખશે અને બીએસઈ આગળ જતાં ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં વધુ વેપાર કરવા માટે તેની શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular