Thursday, May 29, 2025
Google search engine
HomeNewsBusinessBSEના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટર્નઓવરનો નવો વિક્રમ સર્જાયો

BSEના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટર્નઓવરનો નવો વિક્રમ સર્જાયો

મુંબઈ તા. 25 ફેબ્રુઆરી, 2020ઃ  બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં આજે સૌથી અધિક ટર્નઓવરનો રૂ.7,591.82 કરોડનો રેકોર્ડ સર્જાયો હતો. ઈન્ટરઓપરેબિલિટીના અમલ બાદ ઈક્વિટી ડેરિવેટિવ્ઝનું ટર્નઓવર સતત વધી રહ્યું છે. આ ઉપરાંત બીએસઈએ લિક્વિડિટી એન્હેન્સમેન્ટ સ્કીમ પણ લોન્ચ કરેલી છે.

“આ નાની પરંતુ મહત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત કર્યાનો અમને આનંદ છે. મેમ્બર્સની સક્રિય સામેલગીરી અને સતત મળી રહેલા ટેકાને પગલે ટર્નઓવર સતત વધી રહ્યું છે. હું આશા રાખું છું કે મેમ્બર્સ બીએસઈને આવો ટેકો પૂરો પાડવાનું અને ઉચ્ચ ટેકનોલોજીનો વપરાશ ચાલુ રાખશે,” એમ બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસરે કહ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular