Saturday, July 12, 2025
Google search engine
HomeNewsBusinessબજાજ હાઉસિંગ ફાઇનાન્સના શેરનું ધમાકેદાર લિસ્ટિંગઃ અનેક રેકોર્ડ તૂટ્યા

બજાજ હાઉસિંગ ફાઇનાન્સના શેરનું ધમાકેદાર લિસ્ટિંગઃ અનેક રેકોર્ડ તૂટ્યા

મુંબઈઃ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ IPOની શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને લિસ્ટિંગ થવા સાથે રોકાણકારોના પૈસા બમણાથી વધુ થયા હતા. લિસ્ટિંગ પછી થોડી જ વારમાં શેર અપર સર્કિટમાં લોક થયો હતો. કંપનીની માર્કેટ કેપ રૂ. 1.30 લાખ કરોડને પાર પહોંચ્યું હતું. આમ લિસ્ટ થતાં કંપનીએ અનેક રેકોર્ડ તોડ્યા હતા.

બજાજ હાઉસિંગના શેરનું લિસ્ટિંગ થયા પછી કંપનીના શેરોની લેવાલી વધી હતી ને એ ઊછળીને 10 ટકા અપર સર્કિટ લાગી હતી. એના IPOને રૂ. 3.15 લાખ કરોડને રેકોર્ડ બોલી મળી હતી. હાલ BSE પર એ રૂ. 164.99ની અપર સર્કિટ પર છે. IPOમાં રોકાણકારોને શેરદીઠ રૂ. 70ના ભાવે જારી કરવામાં આવ્યા હતા. એના રૂ. 6500 કરોડનો IPO ઓવરઓલ 67 ગણાથી વધુ છલકાયો હતો. વિશ્લેષકોએ IPOના મોટા લિસ્ટિંગની સાથે લિસ્ટ થવાની અપેક્ષા દર્શાવી હતી.

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ શેરનું શાનદાર લિસ્ટિંગ થયું છે. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ 70 રૂપિયા સામે બજાજ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીનો શેર બીએસઇ અને એનએસઇ પર 150 રૂપિયાના ભાવે ખૂલ્યો હતો. એટલે કે લિસ્ટિંગ પર બજાજ હાઉસિંગ ફાઈનાન્સ શેરમાં રોકાણકારોને 114 ટકા રિટર્ન મળ્યું છે.

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ IPO 9 સપ્ટેમ્બર ખૂલી 11 સપ્ટેમ્બર બંધ થયો હતો. આ કંપનીનો IPO સાઇઝ 6560 કરોડ રૂપિયા છે. IPO લોટ સાઇઝ 214 શેર છે.

બજાજ હાઉસિંગ ફાઇનાન્સ શેર લાંબા ગાળા આકર્ષક રિટર્ન આપશે. માર્કેટ વિશ્લેષકો બજાજ હાઉસિંગ ફાઈનાન્સ શેર માટે લોંગ ટર્મ આઉટલૂકની ભલામણ કરે છે. તેમનું માનવું છે કે કંપની મજબૂત ફંડામેન્ટલ્સ, હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટર માટેના એકંદર હકારાત્મક દ્રષ્ટિકોણ સાથે સમય જતાં વધુ આકર્ષક વળતર આપી શકે છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular