Sunday, May 25, 2025
Google search engine
HomeNewsBusinessBSEમાં શનિવારે વિક્રમ સંવત-2077ના મુહૂર્તના સોદા થશે

BSEમાં શનિવારે વિક્રમ સંવત-2077ના મુહૂર્તના સોદા થશે

મુંબઈઃ મુંબઈ શેરબજાર (BSE)એ જાહેર કર્યું છે 14 નવેમ્બર, 20220ને શનિવારે સાંજે 6.15 વાગ્યાથી વિક્રમ સંવત 2077ના મૂરતના સોદા થશે. મુહુર્ત ટ્રેડિંગ શરૂ કરવા પૂર્વે સાંજે ચાર વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાન લક્ષ્મી પૂજન કરવામાં આવશે, તે પછી કોવિડ-19 યોદ્ધાઓનું સન્માન કરવામાં આવશે.

જેઓ આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેવા માગતા હોય તેમણે ફરજિયાત માસ્ક પહેરવા પડશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે અને તેને પગલે હોલમાં પ્રવેશવા માટે થોડો સમય રાહ પણ જોવી પડી શકે છે. મર્યાદિત લોકોને પ્રવેશ આપવાનો હોવાથી કાર્યક્રમમાં સામેલ થવા માટે એક્સચેન્જને અગાઉથી જાણ કરવાની રહેશે, એમ એક્સચેન્જે જણાવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular