Thursday, July 17, 2025
Google search engine
HomeNewsBusinessબ્લેક-મન્ડેઃ સેન્સેક્સ 1145, નિફ્ટી 306 પોઇન્ટ તૂટ્યા

બ્લેક-મન્ડેઃ સેન્સેક્સ 1145, નિફ્ટી 306 પોઇન્ટ તૂટ્યા

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે સ્થાનિક શેરબજારોમાં સાર્વત્રિક વેચવાલીને લીધે સેન્સેક્સ 1145 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી50 ઇન્ડેક્સ 250 પોઇન્ટથી તૂટીને 14,750ની નીચે સરક્યો હતો. સતત પાંચમા સેશનમાં સેન્સેક્સ આશરે કુલ 2400 પોઇન્ટ તૂટ્યો હતો. શેરબજારમાં આવેલા ઘટાડાને લીધે રોકાણકારોએ રૂ. 3.8 લાખ કરોડના સ્વાહા થયા હતા. બજારની વેચવાલીમાં પ્રત્યેક મિનિટે રૂ. 1000 કરોડ ગુમાવ્યા હતા. સેન્સેક્સ લાંબા સમય પછી 50,000ની નીચે સરકીને 49,724ની સપાટીએ સર કરી હતી. વિદેશી રોકાણકારોની ભારે વેચવાલીએ સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર પડી હતી.

અમેરિકામાં 10 વર્ષના બોન્ડનું યિલ્ડ વધીને 1.36 ટકાએ પહોંચ્યું હતું, જેનાથી ફુગાવો વધવાની દહેશત છે. બીજી બાજુ ભારતનાં પાંચ રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે, તેમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં વધારો થતાં નવેસરથી લોકડાઉન લાગુ કરવાનો ખતરો છે.

બજારમાં ફિયર ઇન્ડેક્સ ઇન્ડિયા VIX 14 ટકા વધીને બંધ રહ્યો હતો.

બીએસઈ સેન્સેક્સ 1145 પોઇન્ટ તૂટીને 49,744ના સ્તરે અને નિફ્ટી 50 ઇન્ડેક્સ 306 પોઇન્ટ તૂટીને 14,676ના મથાળે બંધ થયો હતો. મિડકેપ અને સવા ટકા અને સ્મોલકેપ એક ટકા ઘટ્યા હતા. પીએસયુ બેન્ક અને ઓટો શેરોમાં વધુ ઘટાડો નોંધાયો હતો.

બજારમાં ટ્રેડિંગ સેશન દરમ્યાન 104 કંપનીઓના શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી બનાવી હતી, જ્યારે નવ કંપનીઓએ 52 સપ્તાહની નીચી સપાટીને ટચ કરી હતી. બજારનું માર્કેટ કેપ 200.18 લાખ કરોડે આવી ગયું હતું.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular