Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsBusinessબ્લેક ફ્રાઇડેઃ રોકાણકારોએ પાંચ લાખ કરોડ ગુમાવ્યા

બ્લેક ફ્રાઇડેઃ રોકાણકારોએ પાંચ લાખ કરોડ ગુમાવ્યા

અમદાવાદઃ દલાલ સ્ટ્રીટમાં સપ્તાહના અંતિમ દિવસે સાર્વત્રિક વેચવાલીએ સેન્સેક્સમાં ગાબડું પડ્યું હતું. સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં 2149 પોઇન્ટ તૂટ્યો હતો. મે, 2020 પછી સેન્સેક્સનું સૌથી પ્રદર્શન છે. વધતા બોન્ડ યિલ્ડ, જિયો પોલિટિકલ ટેન્શન અને મોંઘવારીના મારને કારણે બજારમાં જોરદાર વેચવાલી થઈ હતી. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 1939 પોઇન્ટ તૂટીને 49,099.99ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 568 પોઇન્ટ તૂટીને 14,529ના સ્તરે બંધ આવ્યો હતો.

વૈશ્વિક બજારોમાં ક્રૂડની વધતી કિંમતો અને દેશમાં કોરોના વાઇરસના કેસોમાં થતા વધારાએ બજારની ચિંતા વધારી દીધી છે. આ સ્થિતિમાં સ્થાનિક બજારોમાં રોકાણકારોના રૂ. 5.4 લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે.

શુક્રવારે બધાં સેક્ટરોમાં વેચવાલી જોવા મળી હતી. પીએસયુ બેન્ક, મિડિયા, મેટલ, અને આઇટી, ખાનગી બેન્કો અને ફાઇનાન્સના શેરોમાં વેચવાલી ફરી વળી હતી. ટ્રેડિંગ સેશનમાં 113 કંપનીઓના શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી. માત્ર ત્રણ કંપનીઓના શેરોએ નીચલા સ્તરે ફસક્યા હતા. નિફઅટી 50ના 50 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે સેન્સેક્માં સમાવિષ્ટ 30 શેરોમાં પણ વેચવાલી ફરી વળી હતી.  

અર્થતંત્ર મંદીની ગર્તામાંથી બહાર

ભારતીય અર્થતંત્રનો જીડીપી ગ્રોથ ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં પહેલાં કરતાં સારો આવ્યો હતો. ડિસેમ્બર ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 0.4 ટકા રહ્યો હતો, જે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં (-) 7.5 ટકા હતો. સરકારના અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2021માં જીડીપીનો ગ્રોથ (-) આઠ ટકા રહેશે. જોકે વર્ષ 2020-21માં સતત પાંચમી વાર GST વસૂલાત રૂ. એક લાખ કરોડથી વધુ રહી છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular