Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsBusinessખાતાધારકો સાથે ઓનલાઇન છેતરપિંડી માટે બેન્ક જવાબદાર

ખાતાધારકો સાથે ઓનલાઇન છેતરપિંડી માટે બેન્ક જવાબદાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ આપ-લેને પ્રાથમિકતા આપી રહી છે. બીજી બાજુ ઓનલાઇન હેકિંગ અને છેતરપિંડીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જેને લીધે ગ્રાહકોની ઊંઘ હરામ થઈ રહી છે. કેટલાય ગ્રાહકો શરમ અને બદનામીના ડરને લીધે આવી ઘટનાઓની ફરિયાદ નથી કરતા. જેને કારણે તેમના ખાતામાં કાઢવામાં આવેલી રકમ  ગ્રાહકોને પરત આપવી બેન્ક માટે સંભવ નથી.

જોકે ગ્રાહકોની સાથે ઓનલાઇન છેતરપિંડીને મામલે નેશનલ કસ્ટમર કમિશન દ્વારા બેન્કના ખાતાધારકો માટે સારા અને રાહતના સમાચાર છે. કમિશને કહ્યું હતું કે જો હેકર ગ્રાહકોના ખાતામાં રકમ ઓનલાઇન હેકિંગ અને છેતરપિંડી દ્વારા ગાયબ કરી દે તો એની સંપૂર્ણ જવાબદારી બેન્કની હશે.

12 વર્ષ જૂના એ કેસમાં ચુકાદો સંભળાવતાં કમિશને ઓનલાઇન છેતરપિંડી માટે બેન્કને જવાબદાર માની છે. હેકરના ખાતામાંથી રકમ કાઢી લીધી છે, એવી ફરિયાદ એક મહિલાએ બેન્કથી કરી હતી. આ ઘટના માટે ગ્રાહકે બેન્કના ઇલેક્ટ્રોનિક સિસ્ટમને જવાબદાર ગણાવી છે. સંબંધિત મહિલા ગ્રાહકની ક્રેડિટ ચોરી થવા વિશે બેન્ક દ્વારા કોઈ પુરાવા નહોતા પાડવામાં આવ્યા. કમિશને આદેશમાં નોંધ્યું છે કે પીડિત મહિલાને બેન્ક દ્વારા નુકસાન ભરપાઈ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

બેન્કને રૂ. ત્રણ લાખ નુકસાન ચૂકવવાનો આદેશ

થાણેના જેસનના જોસે એક ખાનગી બેન્કથી પ્રિપેડ ફોરેક્સ કાર્ડ લીધું હતું. વર્ષ 2008માં તેમના ખાતામાંથી 29 વ્યવહારો થકી હેકરને રૂ. ત્રણ લાખ કરોડ ઉપાડી લીધા. એની ફરિયાદ જેસનાએ ઉપભોક્તા કમિશનની સાથે લોસ એન્જલસ પોલીસમાં કરી હતી. નેશનલ ગ્રાહક કમિશને બેન્કના દાવાને નકારી કાઢતાં રૂ. ત્રણ લાખનું નુકસાન ભરપાઈ કરવાનો આદેશ આપવાની સાથે માનસિક ઉત્પીડન અને કાનૂની કાર્યવાહી ખર્ચ પેટે રૂ. 80,000 અલગથી આપવાનો આદેશ કર્યો હતો.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular