Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsBusinessNARCLના ચેરમેન તરીકે પ્રદીપ શાહની નિમણૂક કરાઈ

NARCLના ચેરમેન તરીકે પ્રદીપ શાહની નિમણૂક કરાઈ

મુંબઈઃ નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિ. (NARCL)ના ચેરમેન તરીકે સરકારે પ્રદીપ શાહની નિમણૂક કરી છે. પ્રદીપ શાહ હાલ ઇન્ડએશિયા ફંડ એડવાઇઝર્સના સ્થાપક-ચેરમેન છે, તેમણે દેશની સૌપ્રથમ રેટિંગ એજન્સી ક્રિસિલની પણ સ્થાપના કરી હતી. સ્વચ્છ ટ્રેક રેકોર્ડ ધરાવતા પ્રદીપ શાહે ફાઇનાન્સિયલ સેક્ટરમાં અનેકવિધ મહત્ત્વની ભૂમિકા ભજવતા રહ્યા છે. સરકારે આદિત્ય બિરલા એસેટ રિકન્સ્ટ્રકશન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સંજય જૈનને ઇન્ડિયા ડેટ રિઝોલ્યુશન કંપનીના ચીફ એકિઝકયુટિવ તરીકે નીમ્યા છે. આ બંને કંપનીઓ મળીને બેડ લોન્સનો રચનાત્મક ઉપાય કરશે.

બેંકોની ઊંચી બેડ લોન્સ કે એનપીએ (નોન-પર્ફોમિંગ એસેટસ) કાયમ સરકાર અને બેંકો પર બોજ રહી છે, જેના ઉકેલ માટે વરસોથી પ્રયાસ થતા રહ્યા છે. હવે સરકારે આ બેં કંપનીની સ્થાપના મારફત તેનો માર્ગ વધુ નક્કર બનાવ્યો હોવાનું કહી શકાય. આ કંપનીઓ ટૂંક સમયમાં જ કાર્યરત થઈ જશે.

એનએઆરસીએલ બેડ લોન્સનો ઝડપી કાર્યક્ષમ નિકાલ લાવશે, જે લોન્સ બેંકોમાં આઇડિયલ પડી હોય છે, તેનો કોઈ ઉપયોગ થતો નથી, આપણા જેવા દેશમાં આવી રીતે અબજો રૂપિયાની સંપત્તિ વણવપરાયેલી કે બિનઉત્પાદક સ્વરૂપે પડી રહે એ ચાલી શકે નહીં. એનએઆરસીએલ આ બેડ લોન્સ ખરીદી લેશે અને આઇડીઆરસીએલ તેનો નિકાલ કરી નાણાંની રિકવરી કરશે. બેંકોની બેલેન્સ શીટ આને પરિણામે ચોખ્ખી થશે. જેથી બેંકોની પર્યાપ્ત મૂડીનાં ધોરણો સુધરશે અને ધિરાણ ક્ષમતા વધશે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular