Saturday, May 17, 2025
Google search engine
HomeNewsBusinessએપલનો i14 લોન્ચઃ E- સિમ સહિત ખાસ ફીચર્સ ઉપલબ્ધ

એપલનો i14 લોન્ચઃ E- સિમ સહિત ખાસ ફીચર્સ ઉપલબ્ધ

વોશિંગ્ટનઃ એપ્પલે ફાર આઉટ ઇવેન્ટમાં મોસ્ટ અવેઇટેડ i14ને લોન્ચ કરી દીધો હતો. આ ઇવેન્ટ કંપનીના એપલ પાર્કથી સીધું બ્રોડકાસ્ટ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવ્યું હતું. વિશ્વની નજરે એપલની આગામી પ્રોડક્ટ પર હતી, જે કંપનીએ હવે રજૂ કરી દીધી છે. i14 14 સિરીઝ, એપલની વોચ 8 સિરીઝ અને એરપોડ્સ 2 લોન્ચ થઈ ગયા છે.

i14ની વાત કરીએ તો એને i13ની તુલનામાં કેટલાક ખાસ ફીચર્સની સાથે તૈયાર કરવામાં આવ્યો છે, એમાં સામેલ ખાસ ફીચર્સમાંથી એક છે સેટેલાઇટ ફીચર છે. આવો જાણીએ…i14ની ખાસયિત, કિંમત અને ઉપલબ્ધતા.

i14 સિરીઝમાં i14 14 અને i14 પ્લસને 6.1 ઇંચ ડિસ્પ્લેની સાથે રજૂ કરવામાં આવ્યો છે. i14 પ્રોને 6.7 ઇંચ ડિસ્પ્લે અને i14 પ્રો મેક્સને પણ 6.7 ઇંચ ડિસ્પ્લેની સાથે રજૂ કરવામાં આવ્યો છે. i14ની પ્રારંભની કિંમત 799 ડોલર એટલે કે રૂ. 63,679ની આશરે છે. i14 પ્લસની પ્રારંભની કિંમત 899 ડોલર એટલે કે રૂ. 71,649 આશરે હતી.

i14 14 પ્રોની પ્રારંભની કિંમત 999 ડોલર એટલે કે રૂ. 79,619 આશરે છે. i14 પ્રો મેક્સની પ્રારંભની કિંમત 1099 ડોલર એટલે કે રૂ. 87,589 આશરે છે.

i14માં E-SIM સપોર્ટ આપવામાં આવ્યો છે, આ સુવિધા અત્યાર સુધી કોઈ ફોન નથી. i14માં ક્રેશ ડિટેક્શન અને ફોર્સ ડિટેક્શન ફીચર છે. આ ફીચર આઠ સિરીઝમાં આપવામાં આવી હતી. i14માં એક ખાસ ફીચર આપવામાં આવ્યું છે, જેના દ્વારા નેટવર્ક કનેક્શન ના હોવા પર ઇમર્જન્સી કોલિંગ કરી શકાશે. એનું નામ ઇમર્જન્સી SoS સેટેલાઇટ ફીચર છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular