Saturday, May 17, 2025
Google search engine
HomeNewsBusinessBSEના ઈન્ડિયા INX ખાતે ટર્નઓવર 1 ટ્રિલ્યન ડોલરની સપાટી વટાવી ગયું

BSEના ઈન્ડિયા INX ખાતે ટર્નઓવર 1 ટ્રિલ્યન ડોલરની સપાટી વટાવી ગયું

અમદાવાદઃ અહીંથી નિકટ આવેલા ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે આવેલા દેશના સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જમાં BSEના ઈન્ડિયા INXનો પ્રારંભ કરાયો એ બાદ અત્યાર સુધીમાં થયેલા ટર્નઓવરનો કુલ આંકડો એક ટ્રિલ્યન (100 અબજ) યુએસ ડોલર (આશરે રૂ.75,00,477 કરોડ)ને વટાવી ગયો છે. BSEના ઈન્ડિયા INX ખાતે 24 જુલાઈએ એક દિવસમાં 4.92 યુએસ ડોલર (આશરે રૂ.36,866 કરોડ)ના કામકાજનો નવો રેકોર્ડ સર્જાયો હતો.

BSEના ઈન્ડિયા INXએ જાન્યુઆરી, 2017થી કામકાજ શરૂ કર્યું ત્યારથીતેના પરનું ટર્નઓવર દિન પ્રતિદિન વધી રહ્યું છે. આ એક્સચેન્જમાં સરેરાશ 2.25 અબજ ડોલરનું કામકાજ થાય છે. દૈનિક સરેરાશ વોલ્યુમ જૂન 2020ની તુલનાએ 30 ટકા વધીને 2.92 અબજ યુએસ ડોલર (આશરે રૂ.21,893 કરોડ) થયું છે.

8 મે, 2020થી શરૂ કરવામાં આવેલા રૂપી-ડોલર ડેરિવેટિવ્ઝનું કુલ કામકાજ જુલાઈના અંતે 877.22 કરોડ યુએસ ડોલર થયું છે જે ગિફ્ટ IFSC બજારનો 84 ટકા હિસ્સો દર્શાવે છે.

વેશ્વિક મહામારીના કપરા સમયમાં પણ એક્સચેન્જ અવિરત 22 કલાક કાર્યરત રહે છે. પરિણામે વધુને વધુ વેપારીઓ અને કંપનીઓની સામેલગીરી વધી હોઈ  ઈન્ડિયા INX નંબર વન એક્સચેન્જ બની રહ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular